રાજકોટ
News of Sunday, 15th September 2019

જંકશન રોડ સરકારી ગોડાઉન સામે મોર્નિંગ વોકમાં નીકળેલા કરિશ્માબેન સિંધીના ગળામાંથી ચેઇનની ચિલઝડપ

બુકાનીધારી આવ્યો અને ગળા પર ઝોંટ મારી ૨૭ હજારનો ચેઇન ખેંચી ગયો

રાજકોટઃ જંકશન પ્લોટ હંસરાજનગર-૨ ઓમ શાંતિ મકાનમાં રહેતાં અને સિલાઇ કામ કરી ગુજરાન ચલાવતાં કરિશ્માબેન સોનુભાઇ પહેલવાણી (ઉ.૩૭) નામના સિંધી મહિલા ગઇકાલે સવારે છએક વાગ્યે પોતાના ઘરેથી બહેનપણી હર્ષાબેન સાથે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતાં. બંને સરકારી ગોડાઉનના ગેઇટ સામે સાડા છએક વાગ્યે પહોંચ્યા ત્યારે સિલ્વર કલરના એકસેસ જેવા વાહન પર ૨૫ થી ૩૦ વર્ષનો એક શખ્સ આવ્યો હતો અને તેણીના ગળા પર ઝોંટ મારી સિલ્વર ડાયમંડ પેન્ડન્ટ સાથેનો રૂ. ૨૭ હજારનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો. ચિલઝડપકારે કળા કીલરનું અડધી બાંહનું ટી-શર્ટ પહેર્યુ હતું અને મોઢે રૂમાલ બાંધેલો હતો. પ્ર.નગરમાં જાણ કરતાં એએસઆઇ કનુભાઇ વી. માલવીયાએ ગુનો નોંધ્યો હતો. હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)