રાજકોટ
News of Saturday, 15th September 2018

નાણાના ઝઘડાની લેતીદેતીના મામલે રાજકોટના હેડ કોન્સ્ટેબલે લાંચ લીધાનું FSLમાં પુરવારઃ

રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટઃ

રાજકોટઃ ઉકત પ્રકરણમાં ફરીયાદીએ તા. પ-૧ર-૧૬ ના રોજ રાજકોટ ગ્રામ્ય એસીબી પો.સ્ટેશન સમક્ષ ફરીયાદ કરેલ કે પોતે પોતાના ધંધા માટે જેરામભાઇ અમીપરા પાસેથી રૂ. ૩૦ લાખ ૩ મહીનામા પરત કરવાની શરતે લીધેલ અને સીકયુરીટી તરીકે પોતાના મકાન વેચાણ કરાર કરી આપેલો નાણા સમયસર પરત ન થતા જેરામભાઇ તથા તેમની પત્નીએ ફરીયાદી વિરુધ્ધ પોલીસમાં અરજી કરતા ફરીયાદીના જામીન મામલતદાર પાસે લેવડાવેલ ત્યારબાદ જેરામભાઇના પત્નીએ માંહે જુલાઇ-ર૦૧૬ માં ફરીયાદી વિરુધ્ધ અરજી કરતા ફરીયાદીએ પણ જેરામભાઇ વિરુધ્ધ અરજી કરેલ જે બંનેની અરજીની તપાસ માલવીયા નગર પો.સ્ટેશનના ડી સ્ટાફને સુપરત થતા શૈલેષભાઇ કોરાટએ જેરામભાઇના પત્નીને પો.સ્ટેશને બોલાવી સમાધાન માટે બોલાવી નીવેદન લીધેલ. પોલીસ સ્ટાફના શૈલેષભાઇ કોરાટ દ્વારા ફરીયાદી પાસે પ્રથમ રૃ. પ૦ હજારની લાચની માગણી કર્યા બાદ શૈલેષભાઇ શીંગાળાની દરમ્યાનગીરીથી ર૦ હજારમાં સેટલમેન્ટ થયેલ. તેવા ચકચારી મામલામાં આરોપી શૈલેષભાઇ કોરાટ તથા સાહેદ શીંગાળાના મોબાઇલ ફોનના સીડીઆર એફએસએલમા મોકલતા ફરીયાદી તથા આરોપી વચ્ચે લાંચની માગણી થયાનું FSLમાં સાબીત થયુ હતુ.

સબબ આરોપી શૈલેષભાઇ મગનભાઇ કોરાટ અનાર્મ હેડ કોન્સ. જે તે સમયે માલવીયાનગર અને હાલ મહિલા પો.સ્ટેશન રાજકોટ શહેર વિરુધ્ધ ગ્રામ્ય પો.મથકના એસીબી પી.આઇ. કૃષ્ણકુમાર સિંહ ગોહીલ દ્વારા સરકાર તરફથી ફરીયાદ અપાતા રાજકોટ શહેર એસીબી પો.સ્ટે.એ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધેલ. એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ એસીબી રાજકોટ એકમના મદદનીશ નીયામક એ.પી.જાડેજા સુપરવિઝન હેઠળ જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.કે. વ્યાસ,  દ્વારા શરૃ થયાનું એસીબી સૂત્રો જણાવે છે.

(9:26 pm IST)