રાજકોટ
News of Saturday, 15th September 2018

''રાજકોટ કા રાજા''ના આંગણે રૂપાણી દંપતિઃ મહાઆરતીનો લાભ લીધો

રાજકોટઃ મધુવન કલબ દ્વારા ગણપતિ મહોત્સવ ''રાજકોટ કા રાજા''ના લોક દરબારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ ગણપતિજી સાથે રીધ્ધી- સીધ્ધી માતાજીની આરતીને અનેરો લહાવો લીધો હતો. ઉપરાંત ભારતમાં પ્રચલીત એવું શીવતાંડવ નૃત્ય તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ નામાંકીત એવા કલકારો સંગ અદ્દભુત અજોડ આદીવાસી નૃત્યની મજા ''રાજકોટ- કા રાજા''ના હજારો લોકોએ માણી હતી. આજે રાત્રે ''રાજકોટ- કા- રાજા'' લોક દરબારમાં નેશનલ લેવલે ફેમસ એવા આઈજીટી (ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ)નાં કલાકારો દ્વારા ડાન્સ પરર્ફોમન્સ કરવામાં આવશે અને નાના- મોટા અન્ય બાળકો દ્વારા ડાન્સ કોમ્પીટીશન પણ રાખવામાં આવેલ છે. જયારે આવતીકાલે ફકત બહેનો માટે દાંડીયા રાસ કોમ્પીટીશન રાખવામાં આવેલ છે. બહેનોએ ટ્રેડીશનલ વસ્ત્રો સાથે લીમડા ચોક, શાસ્ત્રીમેદાન ખાતે રાત્રે ૯ વાગ્યે હાજર રહેવું. દરરોજ ૧૦૮ ભાગ્યા વિધતા મહાઆરતીનો રોજબરોજ લહાવો આપવામાં આવે છે. જેનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. આ આયોજનને સફળ બનાવવા મધુવન કલબ પ્રમુખ શ્રી આશિભાઈ વાગડિયા, શ્રી રાજભા ઝાલા, શ્રી રાજુભાઈ કિકાણી, શ્રી મહેશભાઈ જરીયા તથા શ્રી સનીભાઈ જરીયા તેમજ અન્ય કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૧૧)

(3:43 pm IST)