રાજકોટ
News of Saturday, 15th September 2018

'નવસર્જન કા રાજા' : મવડી રોડ પર ગજાનંદ ભકિત

મ્યુ. શોપીંગ સેન્ટરના વેપારી ભાઇઓ દ્વારા સહીયારૂ આયોજન : ઇકો ફ્રેન્ડલી મૂર્તિ : અલાયદી બેઠક વ્યવસ્થા

રાજકોટ તા. ૧૫ : મવડી મેઇન રોડ ઉપર ફાયર સ્ટેશન પાસે આવેલ નવસર્જન મ્યુ. શોપીંગ સેન્ટરના વેપારીભાઇઓ દ્વારા સંયુકત રીતે દુંદાળા દેવનું સ્થાપન કરેલ છે.આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે અહીં સતત ત્રીજા વર્ષે 'નવસર્જન કા રાજા' નું સ્થાપન કરેલ છે. કોઇને ટ્રાફીક નડતર ન થાય તેની પુરતી તકેદારી રાખવા ઉપરાંત પર્યાવરણનું ધ્યાન રાખી ઇકોફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરાવવામાં આવી છે. પ્લાસ્ટીકના ઉપયોગને પાબંદી છે.

આ કારણોસર જ ગયા વર્ષે આ આયોજક ટીમને એવોર્ડ પણ મળ્યો હતો. પોલીસ કમિશ્નરશ્રીના હસ્તે ઇનામ આપવામાં આવેલ.

અહી દર્શને આવતા લોકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા પણ કરાઇ છે. દરરોજ સાંજે અવનવા કાર્યક્રમોનું પણ આયોજન થઇ રહ્યુ છે. મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

'નવસર્જન કા રાજા' ગણેશ મહોત્સવને સફળ બનાવવા શોપીંગ સેન્ટરના ઓનર્સ વિક્રમભાઇ ડાંગર માધવ દર્શન ગ્રુપ, મગનભાઇ અરણીયા અલ્કાપાન, મયુર જાટીયા એમ.ડી. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, વિમલ એસ. ડાંગર એડવોકેટ, કમલ મૈયડ, દિનેશ હુંબલ, પ્રદિપભાઇ ડવ, હરપાલસિંહ જાડેજા, વિપુલભાઇ મોવલીયા, વિજયભાઇ સોની, નિરંજનભાઇ સોની, મિલન લાઠીયા, જયદીપ વોરા એડવોકેટ, લખનભાઇ હરસોડા એડવોકેટ, રાજેશભાઇ કાંછડીયા એડવોકેટ, જગદીશભાઇ અકબરી શિવશકિત ડેરી, ધવલ વોરા, સંજય મકવાણા, હર્ષદ ડોબરીયા, જયેશ જાટીયા, દિગ્વિજય પટેલ, પ્રવિણભાઇ વછાછાણી, કલ્પેશ વોરા, ચેતન પુરોહીત, વિપુલ ડાંગર, મુન્નાભાઇ જાટીયા, ધર્મેન્દ્ર ગજેરા, સંજયભાઇ બોરીચા, ભરત જાટીયા, રાજેશ વિરડા, ડેમીલ પીરોજીયા, સાગર પીપળવા, વિશાલ ભંડેરી, રસીકભાઇ કપુરીયા, ગૌરવ વાઢેર, નિરવ પટેલ, ગીરીશ નસીત, ધ્રુવ પટેલ, રશ્મીન કોરાટ, હાર્દીક ટાંક, અલ્પેશ ચૌહાણ, કેતન સખીયા વગેરે ઓનર્સ જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્વીરમાં સમગ્ર મહોત્સવની વિગતો વર્ણવતા વિક્રમભાઇ ડાંગર, મગનભાઇ અરણીયા, વિમલભાઇ ડાંગર, મયુરભાઇ જાટીયા, દિનેશભાઇ હુંબલ, વિજયભાઇ સોની, વિપુલભાઇ મોવલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(3:34 pm IST)