રાજકોટ
News of Saturday, 15th September 2018

રૂ. એક લાખનો ચેક પરત કરવા અંગેના કેસમાં

એફ.એન.ગોલ્ડ ફાઉન્ડેશન એજયુકેશન ઇનસ્ટીટયુટના માલીકને એક વર્ષની સજા

રાજકોટ, તા., ૧૫: ગોંડલ તાલુકાના  દેરડી કુંભાજી મુકામે આવેલ એફ.એન.ગોલ્ડ ફાઉન્ડેશનના નામથી ચાલતા એજયુકેશનના નામથી ચાલતા એજયુકેશન ઇન્સ્ટીટયુટના  પ્રમુખ ચંપકભાઇ ગોલને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા રાજકોટ કોર્ટ ફરમાવેલ છે.આ કેસની હકીકત એવી છે કે ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી મુકામે આવેલ એફ.એન.ગોલ્ડ ફાઉન્ડેશનના નામથી ચાલતા એજયુકેશન ઇન્સ્ટીટયુટ કે જેના પ્રમુખ ચંપકભાઇ ગોલ છે તેઓને પોતાના એજયુકેશન ઇન્સ્ટીટયુટ માટે ટી-શર્ટ, જીન્સ વિગેરે માલસામાન ખરીદવાની જરૂરત પડતા તેઓએ રાજકોટ ખાતે આવેલ પ્રખ્યાત રાજેશ ટ્રેડીલીંકના નામથી ચાલતા ધંધાના માલીક નરેન્દ્રભાઇ ખીમચંદભાઇ દોશીનો સંપર્ક કરી તેઓ પાસેથી પોતાના એજયુકેશન ઇન્સ્ટીટયુટ માટે ટી-શર્ટ, જીન્સ વિગેરે માલસામાન ખરીદ કરેલ અને સદરહું માલસામાન ખરીદ કર્યા બાદ રાજેશ ટ્રેડલીંકના સદરહું માલ ખરીદ વેચાણ અંગેના બાકી લેણા નિકળતા રૂ. ૧,ર૧,૦૩૦ પુરા પેેટે સદરહુ એજયુકેશન ઇન્સ્ટીયુટના માલીકે રૂ. ૧,૦૦,૦૦૦ પુરાનો ચેક આપતા સદરહું ચેક બેંકમાં વસુલાત માટે રજુ કરતાં સદરહું ચેકનું પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના શેરા સાથે પરત ફરતા સદરહું એજયુકેશન ઇન્સ્ટીયુટના માલીકે રાજેશ ટ્રેડલીંકના માલીક સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા રાજેશ ટ્રેડલીંકના માલીક સાથે છેતરપીંડી તેમજ  વિશ્વાસઘાત કરતા રાજેશ ટ્રેડલીંકના માલીકે તેઓની સામે રાજકોટની ફોજદારી કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

સદરહું ફરીયાદના કામમાં નેગોશીએબલ કોર્ટે આરોપી કે જે.એફ.એન.ગોલ્ડ ફાઉન્ડેશનના નામથી ચાલતા એજયુકેશન ઇન્સ્ટીયુટના પ્રમુખ છે તેઓને કોર્ટે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરેલ છે તેમજ ફરીયાદીને વળતર પેટે રૂ. ૧,૦૦,૦૦૦ પુરા દિવસ-૬૦ માં આરોપીએ ચુકવી આપવા તેવો પણ હુકમ કરેલ છે. સદરહું વળતરની રકમ જો ચુકવવામાં આરોપી કસુર કરે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. 

ઉપરોકત ફરીયાદના કામમાં ફરીયાદી વતી વકીલ તરીકે અજય જે.વસોયા રોકાયેલા હતા. (૪.૯)

(3:33 pm IST)