રાજકોટ
News of Saturday, 15th September 2018

ચીલઝડપના ગુન્હામાં સજા વધારતુ વિધેયક ધારાસભામાં

સરકારે વટહૂકમથી અમલ શરૂ કરી દીધો છે

રાજકોટ, તા., ૧૫: રાજય સરકારે મહિલાઓના ગળામાંથી ચેઇન, મંગળસુત્ર જેવા દાગીનાઓની ચીલઝડપના ગુન્હામાં ગુન્હેગારની સજામાં ધરખમ વધારો કરતો વટહુકમ અગાઉ બહાર પાડી તેનો અમલ શરૂ કરી દીધેલ છે. વટહુકમને ૬ મહિનામાં વિધાનસભામાં બહાલી આપી કાયદાકીય પ્રક્રિયા પુરી કરવાનું ફરજીયાત છે. તેથી સરકારે મંગળ-બુધવારે મળનાર વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક રજુ કરવાનું નક્કી કર્યુ છે. વિધેયક પસાર થયા બાદ કાયદો વિધિવત રીતે અમલમાં આવી જશે.

ગુજરાતમાં ચીલઝડપના બનાવોની સંખ્યા ઘટાડવા સરકાર પ્રયત્નશીલ છે. આવા બનાવોમાં દાગીનાની ચીલઝડપ ઉપરાંત કેટલીક વખત મહિલાને ઇજા પહોંચતી હોય છે તેમજ કયારેક જીવ પણ જોખમમાં મુકાઇ છે. આ પ્રકારના ગુન્હેગારોમાં કાયદાનો ભય વધારવા સરકારે સજામાં ધરખમ વધારો કર્યો છે. (૪.૧૧)

(3:31 pm IST)