રાજકોટ
News of Friday, 14th September 2018

રાજકોટ શહેર તાજીયા કમીટીની રચનાઃ પ્રમુખ આસીફ સલોતઃ મહામંત્રી ઈલુભાઈ સમા

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ શહેર તાજીયા કમીટીની મીટીંગ રામનાથપરા, હુશેની ચોક, ગામડીયા સીપાહી જમાત ખાને મીટીંગ રાખેલ હતી. રાજકોટ શહેર વિસ્તારમાં ફરતા તાજીયાઓના સંચાલકો સબીલ કમીટી, ધમાલ કમીટી, રોશની કમીટી, ન્યાઝ કમીટી અને મુસ્લિમ આગેવાનોની એક મીટીંગ મળેલ હતી સર્વે સહમતીથી રાજકોટ શહેર તાજીયા કમીટીની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે આસીફભાઈ સલોત (મો.૯૮૨૫૦ ૭૮૬૦૯)ને આવતા વર્ષની કામગીરી બદલ છઠ્ઠી વખત રીપીટ કરવામાં આવેલ.

જયારે મહામંત્રી તરીકે ઈલુભાઈ સમા, રજાકભાઈ જામનગરી, મકબુલભાઈ દાઉદાણી, હારૂનભાઈ શાહમદાર, વાહીદભાઈ સમા, મજીદભાઈ સમા, જાહીદભાઈ દલ, અબ્દુલભાઈ રાઉમા, વાહીદભાઈ રાઉમા, આબીદભાઈ ગનીભાઈ ઓડીયા, રાજુભાઈ દલવાણી, સરફરાઝભાઈ દલવાણી, મુસ્તાકભાઈ મહંમદભાઈ સુમરા, નીજામભાઈ હોથી, રાજુભાઈ માવતર, યાકુબખાન પઠાણ, ઈબુભાઈ મેતર, મહેબુબભાઈ પરમાર, અફઝલભાઈ દાઉદાણી, સલીમભાઈ મોગલ, સોહીલભાઈ કાબરા, હનીફભાઈ માડકીયા, બાદલભાઈ બેલીમ, તોફીકભાઈ સમા, મંત્રી એહઝાદભાઈ શેખ, ઈર્શાદ લાસાણી, રમઝાનભાઈ રાઉમા, મોહસીનભાઈ બેલીમ, એજાજભાઈ માજોઠી, રાજકોટ શહેર તાજીયા કમીટી નિમણુંક કરવામાં આવેલ. જે નારાઓ નારાયે તકબીરના બુલંદ અવાજ અને યા હુશૈનના નારાઓથી કમીટીને વધાવી લીધી હતી. આ નિમણુંક રાજકોટ શહેર વિસ્તારના ફરતા તાજીયાઓના સંચાલકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની હાજરીમાં હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવેલ હતી. તેમ શહેર તાજીયા કમીટી હોદ્ેદારોની યાદીમાં જણાવેલ છે.(૩૭.૮)

 

(4:02 pm IST)