રાજકોટ
News of Friday, 14th September 2018

ડો.રોહિત ઠક્કર હોસ્પિટલમાં હવે ચેપીરોગ માટે નિદાન-સારવાર સુવિધા ઉપલબ્ધ

કાલે શુભારંભ અવસરે વિનામુલ્યે ચેકઅપ કેમ્પ

રાજકોટ તા.૧૪: ડો. રોહિત ઠક્કર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, આશાપુરા રોડ, કોર્પોરેશન ચોક ખાતે સોૈરાષ્ટ્રમાં સોૈ પ્રથમ ચેપીરોગોના નિષ્ણાંતની સારવાર-નિદાન-ફેસેલીટી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રારંભે કાલે શનિવારે સવારે ૧૦થી પ ફ્રિ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.

સમગ્ર પ્રોજેકટ સંભાળતા શ્રીમતી શિલ્પા ઠક્કરે માહિતી આપતા જણાવેલ છે કે, ડો. આશિષ બાવીશીએ ચેપીરોગોની ફેલોશીપ ભારતીય વિદ્યાપીઠ પુનેથી મેળવેલ છે. સોૈરાષ્ટ્રમાં સોૈ પ્રથમ એવી મેડિકલ ફેસીલીટી રાજકોટમાં મળશે. જેમાં લાંબા ગાળાના તાવ (FUO), ટી.બી. HIV / AIDS, ફુગજન્ય રોગો, પેશાબ-કિડનીના ચેપ, હિપેટાઇટીસ A,B,C  વિવિધ રોગોમા થતા ચામડીના રોગો, ડેંગ્યંુ, મેલેરીયા, ચિકનગુનિયા, લેપ્ટોસ્પાયરોસીસ, ટાઇફોઇડ, મેલેરીયા તથા અન્ય ચેપીરોગોની સારવાર દર્દીઓને મળશે.

આ ઉપરાંત લાઇફ સ્ટાઇલ ડીસીઝ સંદર્ભે ડો. સોના મિત્રા બાવીશી (સોૈરાષ્ટ્રના પ્રથમ મહિલા ફીઝીશીયન) ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલને લગતી બિમારી, સ્થુળતા થાઇરોઇડ જેવી બિમારીઓનું નિદાન -સારવાર કરાશે. રાજકોટની મહિલાઓને હવે મહિલા ફીઝીશીયોનની સારવાર મળી શકશે.

હોસ્પિટલના ડેન્ટલ વિભાગ પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ડો. યશ સાપરીયા (BDS) સેવા આપી રહયા છે.દાંતના વિવિધ રોગોની સારવાર કરવામાં આવશે.

આ હોસ્પિટલ ખાતે હેલ્થ કાઉન્સેલરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જેમાં HIV / AIDS સંદર્ભે છેલ્લા ૩૦ વર્ષથી એઇડઝ પ્રિવેન્શન અને કંટ્રોલ ક્ષેત્ર કાર્યરત કાઉન્સેલર અરૂણદવે સેવા આપશે.

આમ આદ્યુનિક સુવિધા સાથે અદ્યતન નિદાન ઇકવીપમેન્ટ સુવિધા સાથેની હોસ્પિટલનો લાભ સોૈરાષ્ટ્રના દર્દીઓને મળશે. તેમ શ્રીમતી શિલ્પા ઠક્કરે જણાવ્યું હતંુ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)