રામનગર વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભ
કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પ્રયત્ન સફળ : રાજકોટ : રામનગર અને લોધેશ્વર વિસ્તારમાં વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની ગ્રાન્ટમાંથી તાત્કાલીક પેવીંગ બ્લોકનું કામ મંજૂર થતાં ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના વેપારીઓ લતાવાસીમાં હર્ષની લાગણી ફેલાયેલ અને મોઢા મીઠા કરાવેલ. આ પ્રસંગે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ, ખીમસુરીયા, નટુભાઇ કણસાગરા (પૂર્વ કોર્પોરેટર), હરેશભાઇ ડોડીયા, વિજયસિંહ જાડેજા, કમલેશ કોઠીયા, હેમલ પેસીવાડીયા, કરશનભાઇ મૂછડીયા, સુનિલ સુરાગણી, સુલતાનભાઇ, ઇકબાલભાઇ, છનગભાઇ ચાવડા, રણજીત ઝરીયા, હિતેષ ઝરીયા, નરેન્દ્ર, અર્જુન વડગામા, જગદીશ ઝરીયા, ઉષાબેન ઝરીયા, જાગુબેન, પુષ્પાબેન, ભાનુબેન, હર્ષાબેન, જોશનાબેન, ગીતાબેન, દેવુબેન, નાનજીભાઇ ડવેરા, રમેશભાઇ મૂછડીયા, નરશીભાઇ, યતીન પટેલ વગેરે હાજર રહ્યા હતાં.(૮.૧૪)