રાજકોટ
News of Friday, 14th September 2018

લેંગ લાઈબ્રેરીમાં બૂકટોક

રાજકોટઃ લેંન્ગ લાઈબ્રેરી દ્વારા રિયાર્ડ બાક દ્વારા લખાયેલ પુસ્તક 'જોનાથન લિવિંગસ્ટન સિગલ'નો મીરાબેન ભટ્ટ દ્વારા કરાયેલ ગુજરાતી સારાનુવાદ 'સાગરપંખી' પુસ્તક પર બુકટોક યોજવામાં આવ્યો હતો. આ બુકટોકમાં વકતા તરીકે સદ્દગુરૂ મહિલા કોલેજના અધ્યાપક ડો.મનીષ બી.રાવલ દ્વારા પુસ્તક વિશેની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ સહમંત્રી દિનકરભાઈ દેસાઈએ સમગ્ર લાઈબ્રેરીની વિવિધ પ્રવૃતિઓનો તેમજ વકતાનો પરિચય આપ્યો હતો. ડો.નિરંજનભાઈ પરીખએ પુષ્પગુચ્છ અને પુસ્તકથી ડો.મનિષભાઈ રાવલનું સ્વાગત કર્યુ હતું. લાઈબ્રેરી કમિટીના સભ્યોએ પણ આ કાર્યક્રમ માણ્યો હતો. તેમ ગ્રંથપાલ કલ્પા ચૌહાણની યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૧)

(3:41 pm IST)