રાજકોટ
News of Monday, 15th August 2022

પેડક રોડ ગાંધી સ્મૃતિમાં એલસીબી ઝોન-૧ ટીમનો જુગારનો દરોડો: ૫૨૦૦૦ની રોકડ સાથે ૦૫ પકડાયા

પીએસઆઇ આર.એચ. કોડિયાતર અને ટીમની કાર્યવાહી: હેડકોન્સ.વિજેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ જીતુભા ઝાલાની બાતમી

રાજકોટ: શહેરમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા ઉપરી અધિકારી તરફથી સુચનાઓ મળી હોઇ જે અન્વયે એલસીબી ઝોન 1 ટીમના પો.સબ ઇન્સ. આર.એચ.કોડીયાતર સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે ટીમના હેડ.કોન્સ.વિજેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ જીતુભા ઝાલાની સંયુકત બાતમી આધારે  ગાંધીસ્મૃતિ સોસાયટી શેરી નં-૧ , પેડક રોડ પર દરોડો પાડી પાંચ શખ્સને   જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કર છે.

પોલીસે (૧) કૌશીક ધનશુખભાઇ પોપટ રહે.મારૂતીનગર મે.રોડ, પેડક રોડ રાજકોટ (૨) સંજય ગોવિંદભાઇ રૈયાણી રહે. સિધ્ધીવિનાયક પાર્ક, કુવાડવા રોડ, (૩) પરેશ ચકુભાઇ નાથાણીરહે. આર્યનગર શેરી નં-૧, પેડક રોડ રાજકોટ (૪) પંકજ ગોપાલભાઇ લુણાગરીયા રહે.રણછોડનગર સોસાયટી શેરી નં-૦૧ તથા (૫) બહાદુર પ્રભાતભાઇ જળુ રહે.નવાગામ આણંદપર શક્તિ સોસાયટીને પકડી રોકડા રૂપીયા પ૨,૩૦૦ તથા ગંજીપાના કબ્જે કર્યા છે.

આ કામગીરી પોલીસ સબ ઈન્સ. આર.એચ.કોડીયાતર તથા પો.હેડ.કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા તથા ધર્મરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીતુભા ઝાલા તથા રવીરાજભાઇ પટગીર તથા દીવ્યરાજસિંહ જાડેજા તથા સત્યજીતસિંહ જાડેજા તથા એલ.સી.બી ઝોન-૧ ટીમેં કરી છે.

 

(12:28 pm IST)