રાજકોટ
News of Thursday, 15th August 2019

રાજકોટમાં બપોરે ૪ થી ૭ દરમિયાન ૧ ઇંચ વરસાદઃ રસ્તાઓમાં પાણી ભરાયાઃ ન્યારી એકમાં પાણીની આવક શરૂ થતાં દરવાજા ખોલવાની તૈયારી

રાજકોટઃ આજે બપોરે ત્રણ વાગ્યાથી શહેરમાં સતત વરસાદ ચાલુ રહેતા બપોરે થી વાગ્યા સુધીમાં ઇંચ જેટલો વરસાદ વરસી જતાં કાલાવડ રોડ, નાનામૌવા, ૧૫૦ ફુટ રીંગ રોડ, શાસ્ત્રીમેદાન, રેસકોર્ષ મેદાન, હોસ્પીટલ ચોક, લક્ષ્મીનગર નાલુ, પોપટપરા નાલુ, રેલનગર એડરબ્રીજ સામાંકાઠે સંતકબીર રોડ, કુવાડવા રોડ, મોરબી રોડ, પેડક રોડ માર્કેટીંગ યાર્ડ, કોઠારિયા રોડ, સહીતના અસંખ્ય વિસ્તારોમાં ફરી વરસાદી પાણી ભરાવા લાગ્યા હતા. આજે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વના દિવસેજ બપોર બાદ વરસાદનાં હળવા ભારે ઝાપટા અને વરસી રહ્યા હોઇ, મોટાભાગના લોકોને બપોરબાદ ઘરમાંજ પૂરાઇ રહેવાની ફરજ પડી હતી. કેમ કે રાજમાર્ગો ઉપર પાણીની નદીઓ વહેવા લાગી હતી.

દરમિયાન શહેરને પાણી પુરૂ પાડતાં ન્યારી-() અને આજી-()માં પાણીની આવક શરૂ થયાનુ જાણવા મળી રહ્યુ છે.

ન્યારી ()નું ડેમ લેવલ જાળવી રાખવા સિંચાઇ વિભાગે જરૂર પડે દરવાજા ખોલવાની તૈયારી રાખી છે અને ડેમના નિચાણ વાસમાં આવતા ન્યારી, વડવાજડી, વીરડાવાજડી, સહીતના ગામોને સાવચેત કરાયા છે.

(8:40 pm IST)