રાજકોટ
News of Thursday, 15th August 2019

રાજકોટમાં આજે બપોરે ત્રણ વાગ્યે અર્ધા ઇંચનું જોરદાર ઝાપટુ

રાજકોટ : આજે સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધનનાં દિવસે જ બપોરે ૩ વાગ્યે ૦ાા ઇંચનું જોરદાર ઝાપટુ પડી જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ફાયર બ્રીગેડમાં ઝોન વાઇઝ નોંધાયેલ વરસાદનાં આંકડાઓ મુજબ સેન્ટ્રલ ઝોન (કનક રોડ) માં ૧૭ મી. મી., વેસ્ટ ઝોન (કાલાવડ રોડ) માં ૧૪ મી. મી. અને ઇસ્ટ ઝોન (બેડીપરા)માં ૧૧ મી. મી. વરસાદ નોંધાયો હતો.

(5:18 pm IST)