રાજકોટ
News of Thursday, 15th August 2019

વાલ્મિકી વાડીમાં પાર્કિંગ મામલે માથાકુટઃ શ્રીકાંત પર હુમલો

રાજકોટ : જામનગર રોડ પર વાલ્મિકી વાડી આવાસ યોજના કવાર્ટર ડી-૩/૩૦૪માં રહેતાં શ્રીકાંત કિશોરભાઇ લઢેર (વાલ્મિકી) (ઉ.૨૭)ને સી-વિંગમાં ચોથા માળે હતો ત્યારે ઉષાબેન, સતિષભાઇ, વિજય (રહે. વાલ્મિકી વાડી આવાસ સી-વિંગ ચોથો માળ)એ મળી ગાળો દઇ છરીથી હુમલો કરી સાથળમાં તથા ડાબા હાથમાં ઇજા કરી તેમજ કાતરથી હાથની આંગળીમાં ઇજા કરતાં સારવાર લેવી પડી હતી. પાર્કિંગ મામલે માથાકુટ થતાં હુમલો થયાનું પોલીસને ફરિયાદમાં જણાવાયું છે.

(11:57 am IST)