રાજકોટ
News of Wednesday, 15th August 2018

ખાટરિયાની ચેમ્બરમાં ભાજપના નેતાઓનો મુકામઃ રાજકીય ઝણઝણાટી

રાજકોટ તા.૧૪: જિલ્લા પંચાયત કચેરીમાં આજે બપોરે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન ખાટરિયાની ચેમ્બરમાં અર્જુન ખાટરિયા અને જિલ્લા ભાજપના આગેવાનો વચ્ચે બેઠક થતા પંચાયતમાં રાજકીય ઝણઝણાટી વ્યાપી ગઇ છે. બન્ને પક્ષના આગેવાનો જાહેરમાં ઘટનાને 'શુભેચ્છા' મુલાકાત ગણાવે છે. છતા અત્યારના સંજોગોમાં સૂચક માનવામાાં આવે છે.

ડી. કે. સખીયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોતમ સાવલીયા, ગૌતમ કાનગડ, વગેરે ભાજપી આગેવાનો આજે જિલ્લા પંચાયત કચેરીએ આવેલ. ખાટરિયાની ચેમ્બરમાં જઇ તેમની સાથે કથિત ખાનગી ચર્ચા કરી હતી.  જિલ્લા પંચાયતમાં ભાજપે શરૂ કરેલઆ ઓપરેશનથી અલિપ્ત રહેલુ ભાજપનું જૂથ આજે પંચાયતમાં આવીને ખાટરીયાને મળતા જાત-જાતની અટકળો શરૂ થઇ છે. જો કે ભાજપના આગેવાનો એવુ કહી રહ્યા છે કે અમે વહીવટી કામગીરી માટે અધિકારીને મળવા આવેલા. તે વખતે અર્જુન ખાટરિયા ભેગા થઇ જતા તેમના આમંત્રણને માન આપી તેમની ચેમ્બરમાં ચા પીવા ગયા હતાં. પંચાયતના વર્તમાન રાજકીય પ્રવાહો સાથે આ મુલાકાતને કોઇ નિસ્બત નથી.

શ્રી ખાટરીયાને પુછતા તેમણે જણાવેલ કે ભાજપના આગેવાનો મને પંચાયત સંકુલમાં ભેગા થઇ જતા વ્યકિતગત સબંધના દાવે ચર્ચામાં આવવા વિવેક કરેલ. તેથી તેઓ આવેલ. આ કોઇ જ પ્રકારની રાજકીય મુલાકાત હતી નહિ. અનાયાસે ભેગા થઇ ગયા હતાં.  (૧.૩૩ )

(3:28 pm IST)