રાજકોટ
News of Wednesday, 15th July 2020

હરીહર ચોકમાં ૧૦ દિવસથી ખોદાયેલા ખાડા રાતોરાત બુરાઇ ગયાઃ સફળ રજુઆત

રાજકોટઃ શહેરની મધ્યે આવેલ હરીહર ચોકના મુખ્ય રોડ ઉપર ઘણા દિવસોથી ખાડા ખોદી નંખાયેલ જેના કારણે રાહદારીઓ-વેપારીઓને ભારે મુશ્કેલી સર્જાતી હતી. દરમિયાન કોંગ્રેસના અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ આ બાબતે સીટી ઇજનેર સુધી ફરીયાદો કરતા ગઇકાલે રાતોરાત આ ખાડા બુરી દઇ રસ્તો સમથળ કરી નાંખવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. તસ્વીરમાં ખાડો ખોદેલો રસ્તો અને ખાડો બુરિ દેવાયા બાદનો રસ્તો નજરે પડે છે આમ ગજેન્દ્રસિંહની રસ્તો રીપેર કરવાની આ રજુઆત સફળ રહી હતી.

(4:17 pm IST)