રાજકોટ
News of Wednesday, 15th July 2020

ઋષિવાટીકામાં વૃક્ષારોપણ

શહેરના વોર્ડ નં. ૧ માં આવેલ ઋષિ વાટીકા સોસાયટીમાં ભુદેવ સેવા સમિતિના પ્રમુખ અને ઋષિવાટીકા સોસાયટીના અગ્રણી તેજસ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. સોસાયટીના પ્રર્યાવરણ પ્રેમી સભ્યોના સાથ સહકારથી અહીં આસોપાલવ, ગુલમહોર, બીલ્લી, સવન, કરંજ વગેરે વૃક્ષો સદ્દભાવના વૃધ્ધશ્રમના સહયોગથી રોપવામાં આવ્યા હતા. તેમ તેજસભાઇ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ની યાદીમાં જણાવાયુ છે.

(4:13 pm IST)