રાજકોટ
News of Wednesday, 15th July 2020

ગોકુલ હોસ્પિટલ દ્વારા વેન્ટીલેટર ટ્રેનીંગના ઓડીયો વિઝયુઅલ મોડયુલરની પ્રસ્તુતી

આરોગ્ય સચિવ જયંતી રવીને મોડયુલર અર્પણ કરતા ડો. તેજસ કરમટા

રાજકોટ તા. ૧૫ : ગોકુલ હોસ્પિટલ દ્વારા મેડિકલ અને પેરામેડિકલસ્ટાફ માટે વેન્ટિલેટર ટ્રેનિંગ માટે ના ઓડિયો વિઝયુઅલ મોડ્યુલર ની ગુજરાત સરકારને એક અનેરી ભેટ ધરી છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડત આપી રહ્યું છે ગુજરાત પણ તેમાં બાકાત નથી દિવસે અને દિવસે કોરોના કેસ વધતા જ જાય છે.

ગોકુલ હોસ્પિટલ હંમેશા સામાજિક જવાબદારીઓ પ્રત્યે સભાન છે અને જયારે જયારે જરૂર પડે ત્યારે સામાજિક જવાબદારીઓ પૂરી કરવામાં તત્પર હોય છે. ગોકુલ હોસ્પિટલ ની ક્રિટીકલકેર ટીમ દ્વારા હાલના સંજોગોમાં વેન્ટિલેટરનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરી શકે તે માટે સાડા ત્રણ કલાકની ઓડિયો વિઝયુઅલ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઓડિયો વિઝયુઅલ દ્વારા નર્સિંગ સ્ટાફ, કિલનિકલ આસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર અને વેન્ટિલેટર શીખવા માટે ખુબ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે.

કોરોનાના દર્દી પર જયારે પરિસ્થિતિ ગંભીર થાય ત્યારે તેને વેન્ટીલેટર ઉપર મુકવાની જરૂર પડે છે એ સમયે એનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ગોકુલ હોસ્પિટલના ક્રીટીકલ ટીમના તમામ ડોકટરો દ્વારા સમજણ આપવામાં આવી છે. આ ટીમમાં ડોકટર તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. તુષાર બુધવાણી, ડો. હિરેન વાઢીયા, ડો. હાર્દિક વેકરીયા, ડો. પ્રિયંકાબા જાડેજા અને ડો. જીગર ડોડીયાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં ગુજરાત રાજયના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ રવિ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગોકુલ હોસ્પિટલ ક્રિટીકલકેર ટીમના ડોકટર તેજસ કરમટા દ્વારા આ મોડ્યૂલ તેમને અર્પણ આપવામાં આવ્યું હતું.

તબીબના જણાવ્યા અનુસાર ગુજરાતની તમામ chc phc અને તમામ સિવિલ હોસ્પિટલમાં તથા રાજય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાંઙ્ગ વેન્ટિલેટર ના ઉપયોગ માટે ખુબ જ કામમાં આવશે. આની મદદથી કોરોનાની મહામારીમાં જયારે જરૂર પડશે ત્યારે સ્ટાફ દર્દીનું જીવન બચાવવામાં મહત્વનો ફાળો આપશે.

(2:53 pm IST)