રાજકોટ
News of Wednesday, 15th July 2020

એટીએમ તોડવાના પ્રયાસમાં સામેલ ભુજ જેલના કેદીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૫: ભુજની પાલારા જેલમાં એક કેદી બિમારીથી બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનુ઼ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભુજ પોલીસને જાણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ ભુજ જેલમાં રખાયેલા કપિલ દેવેન્દ્રભાઇ માણેક (ઉ.૪૪) (રહે. ભુજ કોલેજ રોડ સરકારી વસાહત સામે) બિમાર હોઇ ૧૪/૭ના રોજ ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું. આ શખ્સ એટીએમ ચોરીના પ્રયાસનો આરોપી હોવાનું જણાવાયું હતું. ભુજ પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.

(11:44 am IST)