રાજકોટ
News of Tuesday, 15th June 2021

મવડીમાં બાપાસીતારામ ચોક સુધીના માર્ગનું કામ દોઢ વર્ષથી ટલ્લે

ઉંડા ઉતારેલા માર્ગથી ધુળની ડમરી ઉડે : પાણી ભરાય : આસપાસના દુકાનદારો રહેવાસીઓને ભારે યાતના

રાજકોટ : મવડી-ઉમિયાજી ચોકથી બાપાસીતારામ ચોક સુધીના અડધા કિલોમીટરના રસ્તાને ખોદી નખાયાને દોઢેક વર્ષ થવા આવ્યુ છતા કામ પુરૂ કરાયુ નથી. માર્ગ પર ચાર-પાંચ ફુટ ઉંડા ખાડા કરી નખાયા છે. ધુળની ડમરીઓ ઉડવી, ગટરના પાણી ઉભરાવા જેવી સમસ્યાનો સામનો આસપાસના દુકાનદારો અને રહેવાસીઓ કરી રહ્યા છે. કામ ધંધે જનારાઓએ ખાડા ઠેકી ઠેકીને બહાર નિકળવુ પડે છે. મહીલાઓએ બજારમાં ખરીદી કરવા કે શાકભાજી લેવા જવુ હોય તો મહામહેનતે આ રસ્તો પસાર થાય છે. તંત્રવાહકો સત્વરે આ માર્ગનું કામ પુરૂ કરાવે તેવી આસપાસના લોકોવતી બકુલભાઇ રૂપાણીએ માંગણી ઉઠાવી છે.

(3:21 pm IST)