રાજકોટ
News of Tuesday, 15th June 2021

પડધરીના મેડિકલના છાત્રાનું કુવાડવા પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કરૂણમોત

કુવાડવાથી હોપ હોસ્પિટલ જતા આશાસ્પદ યુવાનના અંતરિયાળ મોતથી સોની પરિવારમાં અરેરાટી

કુવાડવા ખાતેની આર્યવીર હોમિયોપેથી કોલેજમાં મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પડધરીના વિદ્યાર્થીનું કુવાડવા પાસે અજાણ્યા વાહનની ઠોકરે ગંભીર રીતે ઘવાતા તેના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ છે.

કુવાડવાથી હોપ હોસ્પિટલ જતા આશાસ્પદ યુવાનના અંતરિયાળ મોતથી સોની પરિવારમાં અરેરાટી

પડધરી નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા વીજરખીના યુવાનનું મોત

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામ પાસે આવેલા ભગીરથ પેટ્રોલ પંપ પાસે પરિમલ વિજયભાઇ સોહેલીયા નામના 21 વર્ષના યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત નીપજ્યાનું કુવાડવા પોલીસમાં નોંધાયું છે.

પડધરીના ચોરાવાણી રહેતા પરિમલ સોહેલીયા બાઇક પર કુવાડવાથી રાજકોટ હોપ હોસ્પિટલ આવી રહ્યા હતા ત્યારે કુવાડવાના ભગીરથ પેટ્રોલ પંપ પાસે કાળ બનીને ઘસી આવેલા અજાણ્યા વાહનને પરિમલ કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પરિમલને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે.

મૃતક પરિમલ સોહેલીયા કુવાડવા ખાતે આવેલી આર્યવીર હોમિયોપેથી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને રાજકોટની હોપ હોસ્પિટલમાં ટ્રેનિંગ ચાલતી હોવાથી ગઇકાલે સાંજે કુવાડવાથી રાજકોટ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાનના મોતથી સોની પરિવારમાં કરૂણ કલ્પાત સાથે શોક છવાઇ ગયો છે. મૃતકના પિતા વિજયભાઇ પડધરી ખાતે ડોકટર હોવાનું અને પરિમલ બે ભાઇમાં નાનો હોવાનું જાણવા મળે છે. કુવાડવા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

પડધરી નજીક રંગપરના પાટીયા પાસે બંધ ઉભેલા ટ્રક પાછળ જી.જે.10ટીવી. 6777 નંબરના ટ્રક અથડાતા ગંભીર રીતે ઘવાયેલા ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ પીંગળ નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યાની મૃતકના પિતા ગુમાનસિંહ અમરસિંહ પીંગળે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(11:40 am IST)