રાજકોટ
News of Saturday, 15th June 2019

અર્હમ્ યુવા સેવા ગ્રુપ દ્વારા કાલે મહા રકતદાન કેમ્પ

સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દી અને થેલેસેમિયા પિડિત બાળકોના લાભાર્થે

રાજકોટ,તા.૧૫: રકત અલગ અલગ ગ્રુપ ધરાવતું હોવા છતાં પણ એક રંગ ધરાવે છે અને તે રંગ માનવીની માનવી પ્રત્યેની સંવેદનાનો છે. આપણા શરીરની નસોમાં ધસમસતું લોહી કોઈ જરૂરિયાતમંદ માનવીના જીવન માટે સંજીવની બની શકે તેનાથી ઉમદા દાન આ લોકો ઉપર બીજું કયું હોઈ શકે.

આ ઉમદા કાર્યને યુગ દિવાકર રાષ્ટ્રસંગ પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ્ યુવા સેવા ગ્રુપ દ્વારા 'વર્લ્ડ બ્લડ ડોનર ડે'ના દિવસે સિવિલ હોસ્પીટલમાં લોહીની ખૂબ જ જરૂરીયાત અનુસંધાને અને થેલેસેમિયા પિડિત બાળકોના લાભાર્થે ''મેગા બ્લડ ડોનેશન કેમ્પ'' રાખવામાં આવ્યો છે. આ સર્વે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે આપ રકતદાન કરીને એક સાથે ત્રણ જીંદગીને જીવનદાન આપી શકો છો.

અર્હમ્ યુવા સેવા ગ્રુપ કાલે ૧૬ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન, ૪ આફ્રિકા કોલોની, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પાણીના ટાંકા પાછળ, રાજકોટ ખાતે આ મહાદાનની રકતદાન પર્વ ઉજવવા જઈ રહ્યું છે. જેઓને લોહીની સતત જરૂર રહે છે તેવા સરકારી હોસ્પિટલના થેલેસેમિયા પિડીતો અને દર્દીઓ માટે આ રકતદાન કેમ્પનું આયોજન થયું છે. સહાનુભૂતિ ધરાવતા રકત દાતાઓની હૃદયપૂર્વકની ઉપસ્થિતી રહેશે. જેમાં રકતદાતાઓને આકર્ષક ગીફટ આપવામાં આવશે.

વ્યવસ્થાના ભાગરૂપે મોબાઈલ નંબર ૯૪૨૯૫ ૦૨૪૪૬ ઉપર ફોન, મેસેજ કે વોટસઅપ મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે.

(4:21 pm IST)