રાજકોટ
News of Saturday, 15th June 2019

અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરાવતા પાઠ્ય પુસ્તકોમાં તોતીંગ ભાવ વધારો થયો

NCERTના પુસ્તકોમાં પેજ દીઠ રૂ.૩૦૦નું મહેનતાણુ ચૂકવાયુ

ગુજરાત બોર્ડના ધોરણ-૧૦ અને ૧૨માં આ વર્ષથી નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)નાં પાઠ્યપુસ્તકોનો અમલ શરૂ થયો છે. જોકે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે આ પુસ્તકોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરાવતા દ્યાટ કરતાં દ્યડામણ મોંદ્યું જેવો દ્યાટ થયો છે. એનસીઈઆરટીના એક પુસ્તકના ભાષાંતર માટે પાઠ્યપુસ્તક મંડળે નિષ્ણાતોને અધધ ૨.૫૦ લાખ ચૂકવ્યા છે.

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે ધોરણ ૧૦ અને ૧૨માં NCERTના પુસ્તકોનું ભાષાંતર કરી અમલમાં મૂકયાં, પણ ભાષાંતર માટે પોતાના કોઈ સભ્યો છે જ નહીં.તેથી NCERTના પુસ્તકોનું ભાષાંતર કરનારા નિષ્ણાતોને અલગથી મહેનતાણુ ચૂકવવું પડે છે. આને કારણે પાઠ્યપુસ્તકની કિંમતમાં પણ વધારો થાય છે. જેનો સીધો બોજ વાલીઓ પર જ પડતો હોય છે. ભાષાંતર કરવા માટે પુસ્તકના પેજ દીઠ નિષ્ણાતને રૂપિયા ૩૦૦ મહેનતાણુ ચૂકવવામાં આવે છે.ભાષાંતર ઉપરાંત સમીક્ષા, પ્રૂફ રીડિંગ માટે અલગ ચાર્જ ચૂકવવો પડતો હોવાથી પુસ્તક તૈયાર કરવાનો ખર્ચ વધે છે.

(4:20 pm IST)