રાજકોટ
News of Saturday, 15th June 2019

પાસપોર્ટ સરન્ડર કરવા સહિતની શરતો રદ કરવા અંગે સેશન્સ કોર્ટનો આદેશ

રાજકોટ તા  ૧૫  : આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં સરન્ડર કરવાની તથા ગુજરાત રાજયની હદ કોર્ટની પરવાનગી વગર ન છોડવા અંગેની શરતો રદ કરતી સેશન્સ કોર્ટ હુકમ.

ગઇ તા. ૧૪/૦૪/૨૦૧૭ નારોજ ફરીયાદી નિખીલ રમેશભાઇ બરવાડીયાIએ આરોપી આશિષ પરસોતમભાઇ સોરઠીયા સહીતનાઓ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં બળજબરીથી પડાવવા, જાનથી મારી નાખવા તથા એક બીજાને મદદગારી કરી તથા મનીલેન્ડ એકટ હેઠળ ફરીયાદ કરેલ, જે અન્વયે આરોપી/અરજદારે સેશન્સ કોર્ટમાંથી આગોતરા જમીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા અરનદાર/આરોપીને શરતોને આધીન આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ, જે શરતો પૈકી આરોપીએ ગુજરાત રાજયની હદ કોર્ટની પરવાનગી વગર છોડવી નહીં, તેમજ આરોપી પાસપોર્ટ ધરાવતા હોય તો નીચેની કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો અન્યથા પાસપોર્ટ ધરાવતા નથી તેવું સોગંદનામુ રજુ કરવું. જેથી અરજદાર પાસપોર્ટ ધરાવતા હોય, જેથી અરજદારે કોર્ટના હુકમ મુજબ પાસપોર્ટ નીચેની કોર્ટમાં જમા કરાવેલ.

ઉપરોકત વિગતેની રજુઆતો, પોલીસ રીપોર્ટ લક્ષે લઇ અરજદાર/આરોપી ઇમ્પોર્ટ એક્ષપોર્ટનો ધંધો કરતા હોય, જેથી અવારનવાર ગુજરાત બહાર જવાનું થતું હોય, તેમજ ધંધાના કામકાજ અર્થે વિદેશ પણ જવાનું થાય તો હરવખતે કોર્ટની પરવાનગી મેળવવી શકય ન હોય, જે સમગ્ર રજુઆતો લક્ષે લઇ આરોપી આશિક્ષ પરસોતમભાઇ સોરઠીયાને આગોતરા પર મુકત કરતી વખતેજ શરતો ફરમાવેલ તે પૈકી નામદાર કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજયની હદ ન છોડવા અંગેની તેમજ પાસપોર્ટ નામદાર નીચેની કોર્ટમાં જમા કરાવેલ તે પાસપોર્ટ પરત સોંપવા અંગેની બન્ને શરતો રદ કરતો હુકમ સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં અરજદાર/આરોપી આશિષ પરસોતમભાઇ સોરઠીયા વતી રાજકોટના એડવોકેટ સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની રોકાયેલ હતા.

(4:08 pm IST)