રાજકોટ
News of Saturday, 15th June 2019

રાજકોટની ઓટોમોબાઇલ્સની દુકાનમાં થયેલ ચોરી અંગેની ફરિયાદ નામંજુર

દુકાન માલીકે ચોરીની રકમ મેળવવા વિમા કંપની વિરૂધ્ધ ગ્રાહક તકરાર ફોરમમાં ફરીયાદ કરી હતી

રાજકોટ તા. ૧પઃ અત્રે રોહીત ઓટો મોબાઇલ્સ, રાજકોટની દુકાનમાં થયેલ ચોરી અંગેની ફરીયાદ રદ કરવાની રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે :- રોહીત ઓટો મોબાઇલ્સ કુવાડવા રોડ, રાજકોટમાં તા. પ/૧ર/૧૭ના રોજ બપોરના ૧ર/૪પ ની આસપાસ બે ગ્રાહકોએ આવી ઓઇલના ટીનની માંગણી કરેલી. સદરહું ટલીન દુકાનમાં કર્મચારી જોહરભાઇને ન મળતા, દુકાનના માલીક ઉપરના ભાગે ટલીન લેવા ગયેલ ત્યારે દુકાનના ખાનામાંથી ફરીયાદીના રૂ. ૩૩૦૦૦/- રોકડ રકમની ચોરી થઇ ગયેલ જે બાબતે દુકાનદારે વિમા કંપનીને આશરે ૮ દિવસ બાદ જાણ કરેલી અને પોલીસ ફરિયાદ આશરે દસ દિવસ બાદ કરેલી. પરંતુ વિમા કંપનીએ ફરીયાદીનો કલેઇમ રેપ્યુડેટ કરેલો, આથી રોહીત ઓટોમોબાઇલના માલીકે ચોરીની રકમ રૂ. ૩૩૦૦૦/- મેળવવા ગ્રાહક તકરાર નિવારણ પંચ રાજકોટ સમક્ષ ફરીયાદ કરેલી.

ફરીયાદીની ફરીયાદ, નેશનલ ઇન્સ્યુરન્સ કાું. લી.ના એડવોકેટ પી. આર. દેસાઇની દલીલો અને રજુ કરેલ ચુકાદાઓ સાંભળી કાઢી નાખતો ફોરમે હુકમ કર્યો હતો.

નેશનલ કમિશને રીલાયન્સ ઇન્સ્યુ. કાું. લી. વિ. નીતીન લાંબાના કેઇસમાં ઠરાવેલ છે કે ગ્રાહકે ચોરીના કિસ્સામાં પોતાની વસ્તુની પુરતી તકેદારી રાખવી જોઇએ જે હાલના કીસ્સામાં રાખવામાં આવેલ નથી. સુપ્રિમ કોર્ટે પણ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુ. કાું. લી. વિ. હરચંદના કેસમાં ઠરાવેલ છે કે ચોરીના કિસ્સામાં દરેક વ્યકિત કે કંપનીએ તાત્કાલીક પોલીસ ફરીયાદ કરવી જોઇએ. વિમા કંપની તરફે રજુ કરવામાં આવેલ સદરહું ચુકાદાઓ તથા કરવામાં આવેલ લેખીત દલીલો તથા મૌખીક દલીલો કન્સીડર કરી ફરીયાદીની ફરીયાદ ડીસમીસ કરેલ છે.

આ કામમાં નેશનલ ઇન્સ્યોરન્સ કાું. લી. તરફે સીનીયર એડવોકેટ શ્રી પી. આર. દેસાઇ તથા સુનિલભાઇ વાઢેર તથા એસ. આર. ત્રિવેદી તથા સંજય નાયક રોકાયેલ હતા.

(4:08 pm IST)