રાજકોટ
News of Saturday, 15th June 2019

એલ્યુમિનયુમના લાખોનો માલ ભાડે મંગાવી ઓગાળી નાખવાના ગુનામાં આરોપીની રીમાન્ડ રદ

રાજકોટ તા.૧૫: એલ્યુમિનયુમના ૪૭ લાખના ઘોડા ભાડે મંગાવી ઓગાળી નાખવાના ગુન્હામાં એક આરોપીના રિમાન્ડ અરજીને કોર્ટે રદ કરી હતી.

આ કેસની વિગત જોઇએ તો આ કામના ફરિયાદી અભયકુમારસિંગ રહે સી ૧૨૦૪ અલીરાહ બિલ્ડિંગ, મિરા રોડ, ઇસ્ટ ઠાણે મુંબઇ વાળાએ રાજકોટ ડી.સી.બી. પોલિસ સ્ટેશનના ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપીઓએ એક સંપ કરી ઠગાઇ કરવાના ઇરાદે કાવતરૃં રચી ફરિયાદીસાથે કોન્ટેકટ કરી અને ફરિયાદીની કંપનીમાંથી સ્કે.ફોલ્ડ ૧૦ મહિના માટે ભાડેથી મેળવી અને તે સ્કે.ફોલ્ડ કી.રૂપિયા ૪૭,૭૯,૭૯૧ નો માલ ઓળવી જઇ અને અને તેના ત્રણ માસનું ભાડું ૩૩,૦૦,૦૦ નહીં આપી અને ફરિયાદી સાથે છેતરપિડીં, વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ કરેલ જેથી રાજકોટ પોલિસએ આ કામના આરોપીઓ અભિજીતસિંહ જાડેજા, પંકજ પટેલ, અશોક કુમાર ડઢાણીયા, નિલેષ ચનાભાઇ ચૌહાણ, રાજુભાઇ, સંદીપ રાઠોડ તથા તપાસમાં જે ખૂલે તે તમામ સામે આઇપીસીની કલમ ૪૨૦,૪૦૬,૧૨૦(બી) મુજબ ફરિયાદ નોંધેલ.

આ કામે તપાસ દરમ્યાન રાજેશ પ્યારઅલી ભામાંણી રહે રામેશ્વરનગર, જામનગર વાળાનું નામ ખૂલતા આરોપી રાજેશ પ્યારઅલી પોલિસ સમક્ષ આગોતરા જામીન સાથે હાજર થતાં અટક કરી જામીન મુકત કરેલ. ત્યારબાદ રાજકોટ પોલિસ એ હાલના આરોપીએ આ ફરિયાદ વાળો માલ ભંગાર ના ભાવે લઇ ઓગાળી નાખેલ હોય મુદ્દામાલ કબ્જે કરવા દિન-૩ ના રિમાન્ડની માંગણી રાજકોટની ચીફ કોર્ટમાં કરેલ જેને કોર્ટે રદ કરી હતી.

આ કામમાં આરોપી રાજેશ પ્યારઅલી વતી આગોતરા જામીન અને રિમાન્ડ અરજી ના કામે રાજકોટના ધારાશાસ્ત્રીઓ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી.જાડેજા, હનીફ કટારીયા, દિપક ભાટિયા, શિવરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

(4:08 pm IST)