રાજકોટ
News of Saturday, 15th June 2019

શ્રીનાથધામ હવેલીમાં સોમવારે ૨૫ હજાર કેરીનો આમ્રકુંજઃ ૧૮મીએ બ્રહ્મસંબંધ દીક્ષા

રાજકોટ,તા.૧૫: અહીંના નાનામોવા મેઈન રોડ ઉપર અંબીકા ટાઉનશીપ પાસે સ્પીડવેલ ચોકમાં આવેલ ભવ્ય આમ્રકુંજ (૨૫ હજાર કેરી)નો ભવ્ય મનોરથ તા.૧૭ના સોમવારે શ્રી વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં ઉજવાશે. સર્વ વૈષ્ણવ પરિવારો સાંજે ૭ વાગ્યાથી આ ભવ્ય મનોરથની ઝાંખી કરશે. આ ઉપરાંત તા.૧૮મીના સવારે ૬:૩૦થી પૂ.શ્રી દ્વારા શ્રી ઠાકરોજી સમક્ષ વૈષ્ણવોને 'બ્રહમ સંબંધ દિક્ષા' અપાશે.

વધુ માહિતી માટે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન શ્રીનાથધામ હવેલી કાર્યાલયે અથવા શ્રી હર્ષભાઈ જોશી મો.૭૬૦૦૦ ૭૦૫૫૯નો સંપર્ક કરવો.

તસ્વીરમાં હર્ષભાઈ જોષી, હિતેષભાઈ ગોંઢા, જીતેનભાઈ સોની, મનિષભાઈ રૂઘાણી અને નરોતમભાઈ કાથરોટીયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)