નવાગામ રંગીલા સોસાયટીમાં રાજુ કોળીના મકાનમાં જુગાર રમતા છ પકડાયા
મકાન માલીક રાજુ, દિનેશ, વલ્લભ, જયસુખ, રાહુલ અને મનસુખની ધરપકડ
રાજકોટ તા. ૧પઃ નવાગામ રંગીલા સોસાયટીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસે કોળી યુવાનના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા છે.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર અજયકુમાર ચૌધરીની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ. આર. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બી. ડી. ભરવાડ, એચ. એચ. પરમાર, મનિષભાઇ, અજીતભાઇ, દેવેન્દ્રસિંહ, રાજેશભાઇ, દિલીપભાઇ તથા હરેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. હરેશભાઇ અને દેવેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે નવાગામ રંગીલા સોસાયટી પાણીના ટાંકા પાસે મકાનમાં દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા મકાન માલીક રાજુ ખોડાભાઇ ગણદીયા (ઉ.વ.ર૬) તથા નવાગામ આણંદપર રંગીલા સોસાયટીના દિનેશ સોંડાભાઇ ગણદીયા (ઉ.૩૭), વલ્લભ રામજીભાઇ કટેસીયા (ઉ. ૩પ), જયસુખ પોલાભાઇ મકવાણા (ઉ.૧૯), રાહુલ જેન્તીભાઇ ડાભી (ઉ.૧૯) અને મનસુખ ટપુભાઇ ચુડાસમા (ઉ.રપ) ને પકડી લઇ રૂ. ૧૪૦૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી તપાસ હાથ ધરી છે.