રાજકોટ
News of Saturday, 15th June 2019

આકાશવાણીના ઉમેશ મહેતાનું સન્માન

આકાશવાણી રાજકોટ વર્ગ-૨ ના અધિકારી ઉમેશ મહેતા સેવા નિવૃત્ત થતા તાજેતરમાં આકાશવાણી સ્ટુડીયો ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયુ હતુ. અહીં આકાશવાણીના ડી.ડી.જી. શ્રી અહીસ્વાલ, પ્રોગ્રામ હેડ શ્રી જોષી, વહીવટી વિભાગના વડા વિપુલ ત્રિવેદીએ સમગ્ર ડીપાર્ટમેન્ટવતી  મોમેન્ટો અને રેડીયો અર્પણ કરેલ. આસી. એન્જી. શ્રી સંતોકી અને એન્જીનીયરીંગ વિભાગે પણ મોમેન્ટો આપી સન્માન કરેલ.

(4:05 pm IST)