રાજકોટ
News of Saturday, 15th June 2019

કોઠારીયા ચોકડી સિધ્ધાર્થ સોસાયટીમાં આહિર દંપતિ સાથે દિનેશ ડાંગરની બબાલ

જા એય...ફાકી નહિ બને...કહી ટેણીયાને ગાળો દેવાતા માથાકુટઃ ટેણીયાના માતા-પિતા સમજાવવા જતાં ઢીકા-પાટુનો માર મારી પાઇપ પણ ફટકાર્યો

રાજકોટ તા. ૧૫: કોઠારીયા ચોકડી પાસે સિધ્ધાર્થ સોસાયટી-૧માં રહેતાં મિતલબેન મજબુતભાઇ મકવાણા (ઉ.૩૧) નામના આહિર મહિલા અને તેના પતિ મજબુતભાઇ મકવાણા પર ઘર નીક સંજયભાઇની પાનની દૂકાન પાસે દિનેશ માંડણભાઇ ડાંગર નામના શખ્સે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી ગાળો દઇ મિતલબેનને પાઇપથી પણ માર મારતાં ફરિયાદ થઇ છે.

મિતલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો ૧૦ વર્ષનો દિકરો પિતા માટે ફાકી લેવા ગયો ત્યારે પાનની દૂકાને દિનેશ ઉભો હોઇ તેણે 'જા એય...ફાકી નહિ બને' તેમ કહી ગાળો દેતાં તેણે ઘરે આવીને વાત કરતાં મિતલબેન અને પતિ મજબુતભાઇ પાનની દૂકાને દિનેશને સમજાવવા જતાં અને ફાકી કેમ નહિ બને? તેવું પુછતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. ભકિતનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમારે દિનેશની શોધખોળ હાથ ધરી છે.

(4:05 pm IST)