રાજકોટ
News of Saturday, 15th June 2019

નવયગુપરામાં ભાઇ-ભાભી વચ્ચે ઝઘડો થતાં પૂજાએ ફિનાઇલ પીધી

રાજકોટ તા. ૧૫: પાળીયાદથી રાજકોટ રામનાથપરા પાસે નવયુગપરામાં માવતરના ઘરે આવેલી પૂજાબેન ગિરીશ રત્નોતર (ઉ.૨૬) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.પૂજાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. તેના ભાભી મોનીકાબેન અશોકભાઇના કહેવા મુજબ રાત્રે પોતે અને પતિ અશોક વચ્ચે ચડભડ થતાં નણંદ પૂજાબેનને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું.

(4:05 pm IST)