રાજકોટ
News of Saturday, 15th June 2019

સિનેમા ગૃહોની કેન્ટીનમાં આરોગ્યના દરોડાઃ વાસી ચટણીનો નાશ

આઇનોક્ષ આર વર્લ્ડ-ગેલેકસી સિનેમા-રિલાયન્સ-આર. વર્લ્ડમાં ચેકીંગ કરી નોટીસોઃ એકસ્પાયરી ડેટ અને ટેગીંગ વગરનાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો વેચાતાં હોવાનું ખુલ્યુઃ ફાસ્ટ ફુડ પાર્લરોમાંથી ૬૮ કીલો વાસી ખોરાકનો નાશઃ ૪ ડેરીઓમાંથી દૂધનાં નમૂનાઓ લેવાયા

રાજકોટ તા. ૧પ :.. શહેરનાં પ્રસિધ્ધ સિનેમા ગૃહોની કેન્ટીનમાં મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને વાસી ખાદ્ય પદાર્થોનો નાશ કરીને સંચાલકોને નોટીસો ફટકારેલ હતી. ત્થા વિવિધ ફાસ્ટ ફુડ પાર્લરોમાં ચેકીંગ કરીને ૬૮ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની યાદીમાં જણાવાયું છે કે ઉનાળાની ઋતુ દરમ્યાન તથા ખોરાકજન્ય અટકાયતી પગલાંના ભાગરૂપે ફુડ સેફટી ઓફીસર દ્વારા વિવેકાનંદ પુલ પાસે, ડો. યાજ્ઞિક રોડ પર આવેલ શ્રી પંજાબી એન્ડ ચાઇનીઝ ફાસ્ટ ફુડ પાર્લરમાં સઘન ચકસાણી હાથ ધરેલ છે  તથા ફુડ બિઝનેશ ઓપરેટરને સ્થળ પર ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ તેમજ લાયસન્સ્ સ્થળ પર દર્શાવવા અંગે માર્ગદર્શન આપેલ છે. ત્થા ફુડ ચેકીંગ કામગીરી દરમ્યાન ન જોવા મળેલ સેલરમાં પુષ્કળ ગંદકી બાબતે હાઇજીનીક કન્ડી. નોટીસ તેમજ ૬૮ કિ. ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજનો નાશ કરેલ છે.

સિનેમા ગૃહમાં ચેકીંગ ઝૂંબેશ

જયારે સિનેમા ગૃહ આઇનોક્ષ આર વર્લ્ડ (કસ્તુરબા રોડ) માંથી પ૦૦ ગ્રામ વાસી ચટણીનો નાશ તેમજ પ્રિપેર્ડ ફુડમાં ટેગીગ લગાવવા અંગેની નોટીસ અપાયેલ.

ગેલેકસી સિનેમા (રેસકોર્ષ રીંગ રોડ) માં યોગ્ય એકસપાયરી તારીખ અને હાઇજીનીક કન્ડીશનની નોટીસ અપાયેલ.

અને રીલાયન્સ આર. વર્લ્ડ (૧પ૦ રીંગ રોડ), પ્રિપેર્ડ ફુડમાં ટેગીગ લગાવવા અંગેની નોટીસ ફટકારાઇ હતી.

દૂધના નમૂના લેવાયા

આ ઉપરાંત ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ અન્વયે ઉનાળાની ઋતુને અનુલક્ષીને ફુડ સેફટી ઓફીસરો દ્વારા દૂધના નમૂનાઓ લઇ લેવામાં આવેલ. પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે. જેમાં ૧ ભેસનું દૂધ (લુઝ) (નિલકંઠ ડેરી ફાર્મ), ન્યુ ૮૦ રોડ, વાવડી, ર, ભેસનું દૂધ (લુઝ) મધુસુદન ડેરી ફાર્મ ન્યુ ૮૦ રોડ, વાવડી, (૩) ભેંસનું દૂધ (લુઝ) રાધિકા ડેરી ફાર્મ ન્યુ ૮૦ રોડ, વાવડી, (૪) ભેસનું દૂધ (લુઝ) આઇ વરૂડી ડેરી ફાર્મ ૪૦ નો રોડ, મેઇન રોડ, મવડી વગેરે સ્થળેથી નમુનાઓ લેવાયેલ જેના રીપોર્ટ આવ્યે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવશે.

મહાલક્ષ્મી ગરમ મસાલો-લુઝ પનીરના નમૂનાઓ ફેઇલ થયા

રાજકોટ તા. ૧પ : મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય અને કુડ વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુનામાં નાપાસ થયેલ નમુનાની વિગત આ મુજબ છે. નવજીવન ડેરી ફ્રેશ, ન્યુ અંબિકાપાર્ક, સાધુવાસવાણી રોડ, સબ સ્ટાન્ડર્ડ જાહેર અને વનસ્પતિની ભેળસેળ હોવાનુ ખુલ્યુ,   મહાલક્ષ્મી ગરમ મસાલા(ર૦૦ ગ્રા.મ.પેકડ પાઉચ) અમૃતલાલ એન્ડ સન (ઉત્પાદક પેઢી) વાવડી ક્રિષ્ના પાર્કની નજીક ગોંડલ રોડ) મિસબ્રાન્ડેડ જાહેર અને એફ.એસ.એસ.એ. આઇનો લોંગો નહી હોવાથી નમુનો ફેઇલ.

(4:03 pm IST)