રાજકોટ
News of Saturday, 15th June 2019

'ઇસ્લામ ધર્મમાં માનવતા અને વિજ્ઞાન': લોક વિજ્ઞાન કેન્દ્રમાં ૨૩ મીએ સૈયદ ફકરી મોઇન ચીસ્તીનું વ્યાખ્યાન

મુંબઇના પૂર્વ શેરીફ મોહનભાઇ પટેલ પણ ધર્મ અને વિજ્ઞાનની છણાવટ કરશે

રાજકોટ તા. ૧૫ : સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન અને મહાનગરપાલીકા સ્થાપિત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓના ભાગ રૂપે 'ધર્મ અને વિજ્ઞાન' વિષયે લોક ભોગ્ય વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવેલ છે. આ શ્રેણી અંતર્ગત આગામી તા. ૨૩ ના રવિવારે સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે અજમેર શરીફ હઝરત સાહેબની દરગાહના ગાદી નશિન અને પીર સાહેબ અજમેરીના પુત્ર સૈયદ ફકરી મોઇન ચીસ્તીનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યુ છે. તેઓ 'ઇસ્લામ ધર્મમાં માનવતા અને વિજ્ઞાન' વિષય પર રસપ્રદ છણાવટ કરશે. સાથે મુંબઇના ભૂતપૂર્વ શેરીફ અને અનેક એવોર્ડૂ મેળવી ચુકેલા જાણીતા ઉદ્યોગપતિ મોહનભાઇ પટેલ પણ ધર્મ અને વિજ્ઞાન અનુસંધાને વકતવ્ય આપનાર છે. આ વ્યાખ્યાનનમાં સર્વે વિજ્ઞાન અને ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ માહીતી કે નામ નોંધણી માટે મો.૭૦૯૬૮ ૦૬૦૪૯ ઉપર એસ.એમ.એસ. વોટસએપ કરવા જણાવાયુ છે.અહીં ઉલ્લેખનીય છે કે સૈયદ ફકરી મોઇન ચીસ્તીનું કોઇ સંસ્થા કે વ્યકિતગત રીતે સન્માન સત્કાર કરવા ઇચ્છતા હોય તો તેઓ પણ ઉપરોકત નંબર ઉપર જાણ કરી શકે છે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ (ફોન ૦૨૮૧- ૨૪૪૯૯૪૦) ની યાદીમાં જણાવાયુ છે.

(11:48 am IST)