રાજકોટ
News of Saturday, 15th June 2019

સૌરાષ્ટ્ર–કચ્છ અર્બન કો–ઓપરેટિવ બેંક ફેડરેશનમાં હોદેદારો ચૂંટાયા

પ્રમુખ વિક્રમ તન્ના, ઉપપ્રમુખ વિનુભાઇ તન્ના, મંત્રી હારિત મહેતા, કો.ડિરેકટર ડો. બિના કુંડલિયા, સી.ઇ.ઓ. ડો. પુરૂષોત્તમ પીપરિયા

પ્રસ્તૃત તસ્વીરમાં ફેડરેશનના પ્રમુખ વિક્રમ તન્ના, ઉપપ્રમુખ વિનુભાઇ તન્ના, મંત્રી હારીત મહેતા, કો. ડિરેકટર ડો. બીના કુંડલીયા, સી.ઇ.ઓ. ડો.પુરૂષોતમ પીપરીયા, જીવન કોમર્શીયલ કો–ઓપરેટિવ બેંકના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજા અને અનિલભાઇ કારીયા વિગેરે દ્રષ્ટિગોચર થાય છે.

 રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપ.બેંક ફેડરેશનના પદાધિકારીઓની ચૂંટણીમાં સર્વાનુમતે બિન હરીફ થતા પ્રમુખ તરીકે વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ તરીકે વિનુભાઇ તન્ના, મંત્રી તરીકે હારિતભાઇ મહેતા, સી.ઇ.ઓ. તરીકે ડો. પુરૂષોત્ત્।મ પીપરિયા ની વરણી થઇ હતી.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપ.બેંક  ફેડરેશનના પદાધિકારીઓની ચૂંટણી રાજકોટ ખાતે યોજાયેલ એ પહેલા ડિરેકટર તરીકે રાજકોટ મતક્ષેત્રમાંથી સિટીઝન બેંકના એમ.ડી. હારિતભાઇ મહેતા, રાજકોટ પિપલ્સ બેંકના એમ.ડી. શામજીભાઇ ખુંટ, જુનાગઢ મતક્ષેત્રમાંથી વેરાવળ પિપલ્સ બેંકના વિક્રમભાઇ તન્ના, પોરબંદર મતક્ષેત્રમાંથી પોરબંદર નાગરિક બેંકના ચેરમેન અનિલભાઇ કારિયા, જામનગર મતક્ષેત્રમાંથી જામનગર પિપલ્સ બેંકના મેનેજીંગ ડિરેકટર્ર્સ વિનુભાઇ તન્ના, ભાવનગર મતક્ષેત્રમાંથી જીવરાજભાઇ કરથિયા, સુરેન્દ્રનગર મતક્ષેત્રમાંથી ધ્રાંગધ્રા નાગરિક બેંકના હિમ્મતભાઇ રાઠોડ, કચ્છ મતક્ષેત્રમાંથી રશ્મિભાઇ દોશી ચૂંટાયેલ ન્નયારે નેશ્નલ અર્બન બેંક ફેડરેશનના રાષ્ટ્રીય અઘ્યક્ષ જયોતિન્દ્રભાઇ મહેતા, ગુજરાત અર્બન બેંક ફેડરેશન ના પદાધિકારી ડોલરભાઇ કોટેચા, ભાવનગર મતક્ષેત્રમાંથી નિલાબા જાડેજા અને રાજકોટ કોમર્ર્શિયલ કો-ઓપરેટિવ બેંકના એમ.ડી. ડો. બિનાબેન કુંડલિયા કો.ડિરેકટર તરીકે ચૂંટાયેલ હતા. 

ફેડરેશનની યોજાયેલ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે કાયદે આઝમ તરીકે જાણીતા આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો. પુરૂષોત્ત્।મ પીપરિયાએ સેવાઓ પ્રદાન કરી હતી. ચૂંટણીની કાર્યવાહી ર્ર્નિવિઘ્ન અને ર્ર્નિવિવાદ સંપન્ન થયેલ અને સર્વાનુમતે પદાધિકારીઓ ચૂંટાયા હતા.

પદાધિકારીઓની ચૂંટણી કાર્યવાહીમાં સૌરાષ્ટ્રભરના સહકારી ક્ષેત્રોની બેંકોના આગેવાનો ઉપસ્થિત રભ હતા. સૌરાષ્ટ્ર કચ્છ અર્ર્બન કો-ઓપ.બેંક   ફેડરેશનને વધુ ગતિશીલ અને અસરકારક બનાવી કોર્ર્પોરેટ ગર્ર્વનન્સના સિદ્ઘાંતોના પરિપેક્ષમાં વહિવટ કરવા માટે ફેડરેશનના સી.ઇ.ઓ. તરીકે લીગલ આસ્પેકટ ઓફ બેકિંગ વિષય ઉપર પીએચડી કરનાર અને કાયદેઆઝમ તરીકે જાણીતા                   ડો. પુરૂષોત્ત્।મ પીપરિયાની સતત બીજી ટર્મ માટે નિમણુક કરવામાં આવતા સહકારી ક્ષેત્રના રાન્નય અને રાષ્ટ્ર કક્ષાના આગેવાનોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના પ્રમુખ વિક્રમભાઈ તન્નાએ જણાવેલ કે ફેડરેશનની નવી બોડીના પદાધિકારીઓ નિમાતા સહકારી બેંકોના પ્રશ્નને વાંચા આપવા કાયદાનું બળ પ્રાપ્ત થશે. અગાઉની ટર્મમાં માત્ર કાયદાના બળથી અનેક સમસ્યાઓ હલ કરેલ છે તે બાબતથી સહકારી જગત અજાણ નથી.

આ પ્રસંગે ગુજરાત અર્બન કો-ઓપ.બેંક  ફેડરેશનના પ્રમુખ જયોતિન્દ્રભાઈ મહેતાએ જણાવેલ હતું કે સહકારી બેંકોના વિકાસને અવરોધતા પ્રશ્નોના નિવારણ માટે રાજય અને કેન્દ્ર સરકારના સહકાર અને નાણા વિભાગને રજુઆત કરેલ અને રજુઆત અન્વયે નીરાકરણ થયેલ પ્રશ્નો બાબતે ઉપસ્થિત બેંક આગેવાનોને અવગત કરાવ્યા હતા. તેમણે વિશેષમાં જણાવેલ કે સહકારી બેંકોના વિકાસ અને અસ્તિત્વ માટે અમો કટીબદ્ઘ છીએ. સહકારી બેંકોના હિતના ભોગે કોઇ સાથે સમાધાન થઇ શકે નહી.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપ.બેંક  ફેડરેશનના મંત્રીશ્રી હારિતભાઇ મહેતાએ જણાવેલ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટેના રેગ્યુલેટરી ઓથોરીટીએ રજુ કરેલ ડ્રાફટ મુસદ પૈકી કેટલાક મુદઓ બેંકના વહીવટમાં દખલગીરી સમાન હોય લેખીતમાં વાંધા સ્વરૂપે રજુ કરેલ છે.  તેજ રીતે યુનીક અને તાલુકા લેવલની બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટે પ્રોફેશ્નલો મળવા મુશ્કેલ છે. એટલું જ નહી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને સી.ઇ.ઓ. ને હટાવવાની સત્ત્।ાઓ બેંકના જનરલ બોર્ડ અને સહકારી કાયદા હેઠળ હોવા છતા રીઝર્વ બેંક હસ્તક આવવાથી વિરોધાભાષી નિર્ર્ણય થવાની  સંભાવનાઓ છે.

નવનિયુકત કો.ડિરેકટર ડો. બિના કુંડલિયાએ જણાવેલ કે સહકારી બેંકો પણ વાણિન્નયક બેંકો સામે હરીફાઇમાં ટકવા માટે અસરકારક પગલાઓ લઈ રહી છે. ફળ સ્વરૂપે કો-ઓપ.બેંકો વાણિન્નય બેંકોની લગોલગ સેવાઓ પ્રદાન કરી રહી છે તે પણ વિનામુલ્યે અથવા નજીવા દરે, સહકારી બેંકની એસેટ કવોલીટી અન્ય બેંકોની સરખામણીએ ઉત્ત્।મ કક્ષાએ રહેલ છે તે સહકારી બેંકના ગુડ ગર્વનન્સને આભારી છે.

 સૌરાષ્ટ્ર કચ્છ અર્ર્બન કો-ઓપ.બેંક  ફેડરેશનના સી.ઇ.ઓ. ડો. પુરૂષોત્ત્।મ પીપરિયા એ જણાવેલ હતું કે પ્રાઇવેટ બેંકો છુપા અને તગડા ચાર્ર્જીસથી ગ્રાહકોને આડકતરી રીતે ચુસી રહી છે ત્યારે કો-ઓપ.બેંકો ચાર્ર્જલેસ અથવા પારદર્ર્શક કિફાયતી ચાર્ર્ર્ર્જથી કસ્ટમરોને સર્ર્વિસ આપી રહી હોવાથી ગ્રાહક સંતુષ્ટ થઇ સહકારી બેંકો તરફ વળી રભ હોય સહકારી બેંકો નોંંધપાત્ર વિકાસના પંથે કુચ કરી રહી છે તે નોંધનીય બાબત છે. અન્ય બેંકોની સરખામણીમાં સહકારી બેંકો કોઇપણ પ્રકારના પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. સહકારી બેંકોના નીજી ફંડોમાં પણ નોંધપાત્ર વધારો થતો જતો હોવાથી આર્ર્થીક સદ્ઘરતામાં અન્ય બેંકો કરતા સક્ષમ છે.

ડો. પુરૂષોત્ત્।મ પીપરિયાએ વિશેષમાં જણાવતા કહેલ કે સહકારી બેંકોને રેરા એકાઉન્ટ ખોલવા, ગર્વમેન્ટની સબસીડી મળવા, ટ્રીબ્યુનલમાં જજની ખાલી જગ્યાઓ ભરવા, સિકયુરીટાઇઝેશન એકટને પુનઃ લાગુ કરવા, સહકારી કાયદાની કલમ–૮૪(૮) હેઠળના ઇન્સ્પેકશન બેંકોને લાગુ ન હોવા  છતા ખાતા તરફથી કરવામાં છે તે રદ કરવા, એ-ગ્રેડ બેંકોને ત્રિ-માસિક ઓડીટમાંથી મુકિત આપવા, સહકારી કાયદાની કલમ ૬૭(ક) સહકારી બેંકો માટે પ્રસ્તુત ન હોય રદ કરવા, ગર્ર્ર્ર્ર્ર્વમેન્ટ અને કંપનીઓએ સહકારી બેંકોના પે-ઓર્ર્ડર સ્વીકારવા સહિતની અનેક સમસ્યાઓના નિવારણ અને વાચા આપવા માટે સરકાર અને કોર્ર્ટ સમક્ષ કાયદાના પ્રાવધાનો હેઠળ રજુઆતો કરેલ છે.

જીવન કોમર્ર્શિયલ કો-ઓપ.બેંકના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજાએ સહકારી ક્ષેત્રે ડો.પુરૂષોત્ત્।મ પીપરિયાની નિમણુંકને આવકારી જણાવેલ કે સહકારી બેંકોના સમસ્યાઓના ઉકેલ માટે ડો.પુરૂષોત્ત્।મ પીપરિયા સહકારી તજજ્ઞ જયોતિન્દ્રભાઇ મહેતા, ડોલરભાઇ કોટેચા,  વિક્રમભાઇ તન્ના તેમજ હારિતભાઇ મહેતા સહિતની તજજ્ઞની ટીમ સૌરાષ્ટ્ર કચ્છ અર્ર્બન કો-ઓપ.બેંક ફેડરેશનને ઉપલબ્ધ થવાથી સહકારી બેંકો માટે દિવાદાંડીની ગરજ સારશે.

આ  પ્રસંગે રાજકોટ પિપલ્સ કો-ઓપ.બેંકનાં મેનેજીંગ ડિરેકટર્ર્સ શામજીભાઇ ખુંટ, જીવન બેંકના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન યતિષ દેસાઇ ઉપસ્થિત રહી વિસ્તૃત છણાવટ સાથે ઉપયોગી સુચનો  કયા  હતા.  

(11:23 am IST)