રાજકોટ
News of Saturday, 15th June 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણીઃ ફોર્મનું વિતરણઃ મીટીંગ યોજાઇ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા પણ દર વર્ષે વિશ્વયોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આગામી ર૧ જુન ર૦૧૯ ના રોજ વિશ્વ દિનની ઉજવણીના ભાગરૂપે આજ રોજ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે મીટીંગ યોજાયેલ આ મીટીંગમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નકકી કરેલ જુદા જુદા ગ્રાઉન્ડઓમાં યોજાનાર યોગ તેમજ જુદા જુદા સ્વીમીંગ પુલો પર એકવા યોગમાં ભાગ લેનારની સંખ્યા, આનુુસંગીક સ્ટેજ સાઉન્ડ, તાલીમાર્થી શિક્ષકોની વ્યવસ્થા વિગેરે બાબતે ચર્ચા કરવામાં આવેલ. આ ઉપરાંત પૂ. મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં સફાઇ કામદારો, ટેકસી/રીક્ષા એસોશીએશનના સભ્યો આંગણવાડીના બહેનો દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે યોગની ઉજવણીમાં દિવ્યાંગો, થેલેસેમિયા, અને ડાયાબીટીસ ધરાવતા લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ યોગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ, સિવિક સેન્ટરએથી રજીસ્ટ્રેશન માટેના ફોર્મ મળશે જે ફોર્મ ૧૯ જુન સુધીમાં પરત કરવાના રહેશે રજીસ્ટ્રેશન થયેલ ફોર્મના તમામ લાભાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા તરફથી સર્ટીફીકેટ આપવામા આવશે. મીટીંગમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા, નંદાણી, ગણાત્રા, આસી.કમિશનર હર્ષદભાઇ પટેલ, કગથરા, વાસંતીબેન પ્રજાપિત, સબીર ધડુક, જસ્મીન રાઠોડ, રવિ ચુડાસમાં, ડો. રાઠોડ, ચુનારા, વિસાણી, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, પ્રજેશ સોલંકી, તુવર, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, વિપુલ ધોણીયા, બી.બી.જાડેજા, નીરજ વ્યાસ, ઉનાવા તેમજ આર્ટ ઓફ લીવીંગ તુષારભાઇ વાકાણી, એકવા યોગા અને રામકૃષ્ણ આશ્રમથી અલ્પા શેઠ, પતંજલિમાંથી નટુભાઇ ચૌહાણ, પદમાબેન રાચ્છ, નીતીન કેસરિયા, તેમજ અન્ય સંસ્થામાંથી કિશોરભાઇ પઢીયાર, નિશાબેન વગેરે ઉપસ્થિત રહેલ.

(3:53 pm IST)