રાજકોટ
News of Saturday, 15th May 2021

માનવ કલ્યાણ મંડળ દ્વારા સેવાકાર્ય

બાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજના સહયોગથી યુનિ. રોડ પર આરોગ્ કેમ્પનું આયોજન કરાયું હતું. મલ્ટીવીટામીન ટેબલેટ સહિત વિવિધ ઉપયોગી સામગ્રીનું વિતરણ કરાયું હતું. ડો. અશોક ભટ્ટ, ડો. ગોવિંદભાઇ ભાલાળાએ સેવા આપી હતી તેમજ પરીમલ સોસાયટી ખાતે પણ કેમ્પ રાખેલ. ઉપયોગી કીટોનું વિતરણ મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ડો. વી. એન. પટેલ, મનુભાઇ મેરજા, દર્શનાબેન પટેલ, ડો. અશોક ભટ્ટ, ડો. ગોવિંદ ભાલાળા, નિનાબેન અને મનાલી વજીરના હાથે કરાયું હતું. તેમજ રાશન કીટનું વિતરણ ગરીબોને કરાયું હતું.

(3:16 pm IST)