રાજકોટ
News of Saturday, 15th May 2021

કાલે રકતદાન- પ્લાઝમા ડોનેશન કેમ્પ

પ્રેમભિક્ષુજી મહારાજની ૫૧મી પુણ્યતિથિ નિમિતે અને રઘુવંશી અગ્રણી યોગેશભાઈ પૂજારાને શ્રધ્ધાંજલીરૂપે કાર્યક્રમ : એકત્રીત થયેલ રકત- પ્લાઝમા સિવિલ હોસ્પિટલને અર્પણ કરાશેઃ સંકિર્તન મંદિર અને રઘુવંશી પરિવાર દ્વારા આયોજનઃ નામ નોંધણી

રાજકોટઃ શ્રી  રામ જય રામ જય રામના નાદથી ગુરૂદેવ ખુશ થઈ આપણા કાર્યથી એવું કાંઈક કામ કરીએ. જે આ હાલની મહામારીનો સમય ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આપણે સંત શિરોમણી શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૧ પુણ્યતિથિ નિમિતે તેમજ રઘુવંશી અગ્રણી મૂકસેવક સ્વ.યોગેશભાઈ પુજારા (સ્માઈલ કાર્ડ વાળા)ને શ્રધ્ધાંજલી રૂપે આવતીકાલે તા.૧૬ના રવિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી રકતદાન અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પનું તમામ બ્લડ તથા પ્લાઝામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવશે.

શ્રી કેસરિયા લોહાણા મહાજન વાડી (સેન્ટ મેરી સ્કૂલની સામે કાલાવાડ રોડ) ખાતે આયોજીત આ કેમ્પમાં કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. રકતદાન કરવા ઈચ્છુકોએ રઘુવંશી પરિવાર મો.૯૮૨૪૪ ૦૦૦૩૦, સંકીર્તન મંદિર મો.૯૪૨૭૮ ૧૧૩૭૭ ઉપર નામ નોંધાવી દેવા અનુરોધ કરાયો છે.

(3:13 pm IST)