રાજકોટ
News of Tuesday, 15th May 2018

રૂ. ૩૦ લાખના ચેક રિટર્ન કેસના આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી ફોજદારી અદાલત

રાજકોટ તા.૧૫: રૂ. ૩૦ લાખના ચેક રીટર્ન કેસમા પરેશ બાબુભાઇ હાપલીયાને નિર્દોષ છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છેકે ફરીયાદી રાજેશભાઇ દેવરાજભાઇ પટેલે પરેશ બાબુભાઇ હાપલીયાને જમીન ખરીદ કરવા માટે મિત્રતાના સંબંધના દાવે રૂ. ૩૦ લાખ હાથ ઉછીના આપેલા અને જે અંગેનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ પત્ર કરવામાં આવેલું ત્યારબાદ ફરીયાદી રાજેશભાઇ એ રૂ. ૩૦ લાખ પરત માંગતા પરેશભાઇ હાપલીયાએ ફરીયાદીને રૂ. ૩૦ લાખનો ચેક આપેલો. જે ચેક ફરીયાદીએ બેંકમાં વટાવવા નાખતા ''ફંડ ઇન્સફીયન્ટ''ના શેરા સાથે પરત ફરેલ.

ચેક પરત ફરતા ફરીયાદી પોતાના વકીલ મારફત પરેશ બાબુભાઇ હાપલીયાની નેગો ઇન્સટ્રુમેન્ટ ની કલમ ૧૩૮ બી હેઠળ નોટીસ આપેલ જે નોટીસ માલીક લેવાની ના પાડે છે. તેવા શેરા સાથે પરત ફરેલ

આ કામે આરોપીના વકીલ શ્રી તુષારભાઇ બસલાણી એ કાયદાકીય દલીલો કરેલ જ દલીલો મુજબ ફરીયાદીએ રૂ. ૩૦ લાખ જેવી મોટી રકમ કયાંથી કાઢેલ છે તેવો કોઇ પુરાવાઓ કોર્ટમાં રજુ રાખેલ નથી. વધુમાં ફરીયાદી એ આવડી મોટી રકમ આરોપી પરેશ બાબુભાઇને આપેલ છે. તે અંગેની કોઇ જ નોંધ ઇન્કમટેક્ષમાં કરેલ નથી કે તે અંગેનું કોઇ ઇન્કમટેક્ષ રીટર્ન ભરેલ નથી. વધુમાં ફરીયાદી પોતાની પાસે જે તે સમયે રૂ. ૩૦ લાખ જેવી મોટી રકમ પોતાના હાથ ઉપર હોય તેવા કોઇપણ ડોકયુમેન્ટ કોર્ટમાં રજુ રાખેલ નથી કે બેંકની પાસબુકમાં પણ રજુ રાખેલ નથી. આ કામના ફરીયાદીએ સ્ટેમ્પ પેપર ઉપર આરોપી પરેશ બાબુભાઇ હાપલીયા રૂ. ૩૦ લાખ લીધેલ છે. તેવી વિગતનું સ્ટેમ્પ પેપર ઉપરનું લખાણ રજુ કરવામાં આવેલ પરંતુ આ સ્ટેમ્પ પેપર વાળો દસ્તાવેજ કાયદેસર રીતે નોટરાઇજ કે રજીસ્ટર કરવામાં આવેલ નહી.વધુમાં આરોપી તરફે બચાવમાં હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો રજુ કરવામાં આવેલા. નામદાર કોર્ટ સંપુર્ણ પુરાવો તથા આરોપી તરફે વકીલ શ્રી તુષારભાઇ બસલાણીની દલીલો માન્ય રાખી આરોપી પરેશ બાબુભાઇ હાપલીયાને એમ.એેસ બાકી એ સી.આર.પી.સી. કલમ-૨૫૫ હેઠળ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી તરફે તુષાર બસલાણી, મનીષ કોટક, અભય ખખ્ખર, સંજય મહેતા, એઝાઝ જુણાચ, કુલદિપસિંહ તોમર, અલીઅસગર ભારમલ વગેરે રોકાયેલા હતા.

(4:02 pm IST)