રાજકોટ
News of Thursday, 15th April 2021

કર્ફયુમાં ખાનગી ટ્રાવેલ્સની બસ લઇને નિકળેલા ચાલક સામે કાર્યવાહી

રાજકોટ તા. ૧પ : કોરોના મહામારી અંતર્ગત પોલીસ દ્વારા કર્ફયુનું પાલન કરાવી રહી છે ત્યારે ગઇકાલે રાત્રે કેશરી હિન્દપુલ પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસ લઇને નીકળેલા ચાલકને પકડી કાર્યવાહી કરાઇ હતી.

કોરોના મહામારી અનુસંધાને બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એમ. બી.ચૌસુરા, પી.એસ.આઇ. બી.બી. કોડીયાતર, એ.એસ.આઇ. વિરમભાઇ, એસ.એમ.માડમ, હેડ કોન્સ એ.જે. બસીયા, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ, પરેશભાઇ, ચાપરાજભાઇ, નીરવભાઇ, વિશ્વજીતસિંહ, મીતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કર્ફયું દરમ્યાન કેસરી હિન્દુ પુલ પાસેથી જામનગરથી સુરત જતી જી.જે.૩-બીટી ૮૪૩૯ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી ચાલક રઘુવિરસિંહ ભરતસિંહ વાઢેર (ઉ.૩૦) (રહે. જામનગર તીરૂપતી પાર્ક) ને પકડી કર્ફયુ ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:00 pm IST)