રાજકોટ
News of Thursday, 15th April 2021

ક્રિકેટના સટ્ટાના કેસમાં વધુ એક સુનીલ થાવરાનીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

અગાઉ વિજય ઉર્ફે કાનાની ધરપકડ થઇ'તી

રાજકોટ તા. ૧પ :.. શહેરના મોચી બજાર ભીડભંજન શેરી નં. ૮ માં ક્રિકેટના સટ્ટાના કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મોચી બજાર સટ્ટાબજાર ચોક ભીડ ભંજન શેરી નં. ૮ માં ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર દિવસ પહેલા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વિજય ઉર્ફે કાનો પ્રફુલભાઇ વોરા (ઉ.ર૮) (રહે. મોચી બજાર ભીડભંજન શેરી નં. ૮), ને પકડી લીધો હતો. તપાસ દરમ્‍યાન વધુ એક શખ્‍સનું નામ ખુલતા ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયેશભાઇ, હેડ કોન્‍સ. મહેન્‍દ્રસિંહને બાતમી મળતા પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ, હીતેન્‍દ્રસિંહ, મહેન્‍દ્રસિંહ, ભરતસિંહ સહિતે સુનીલ જેઠાલાલ થાવરાની (ઉ.વ.૪૦) (રહે. પરસાણાનગર જામનગર રોડ) ને પકડી લઇ મોબાઇલ મળી રૂા. પ હજારની મતા કબ્‍જે કરી હતી.

(3:54 pm IST)