રાજકોટ
News of Thursday, 15th April 2021

મ.ન.પા.ના ર૦૦ કર્મચારી-અધિકારીઓ એક પછી એક સંક્રમિત થતા રિવ્‍યુ મીટીંગ સામે કચવાટ

મીટીંગ રૂમમાં સતત ૧ કલાક બેસાડી રાખવામાં આવતાં સંક્રમણ ફેલાતું હોવાનો ફફડાટ

રાજકોટ, તા. ૧પ :  કોરોનાં સંક્રમણ મ.ન.પા.નાં કર્મચારીઓ અધિકારીઓમાં વધવા લાગતા કોરોનાનાં નામે ભરાતી રીવ્‍યું મીટીંગ સામે અધિકારીઓમાં કચવાટ ફેલાયો છે.

મ.ન.પા.નાં કર્મચારીગણમાં ઉઠેલી ફરીયાદ મુજબ આરોગ્‍ય કેન્‍દ્રનાં ર૦૦ જેટલા કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસમાં સંક્રમિત થયા છે.

ઉપરાંત ૪ થી પ આસી. કમિશનર કક્ષાના અધિકારીઓ સંક્રમીત થયા છે.

નંદનવન, આંબેડકરનગર, ભગવતીપરા વિસ્‍તારનાં આરોગ્‍ય કેન્‍દ્રોનો સ્‍ટાફ પણ કોરોનાં સંક્રમીત થયો છે.

દરમિયાન કોરોના કામગીરીની રિવ્‍યુ મીટીંગ માટે અધિકારીઓ - કર્મચારીઓને મીટીંગ રૂમમાં ૧ કલાક સુધી બેસાડી રાખવામાં આવતાં હોઇ સંક્રમણ ફેલાઇ રહયુ હોવાનો ફફડાટ ફેલાયો છે. ત્‍યારે આવી મીટીંગો ઓનલાઇન પ્‍લેટફોર્મથી યોજવા માંગ ઉઠી રહી છે.  

(3:48 pm IST)