રાજકોટ
News of Sunday, 15th April 2018

રાજકોટમાં પાણીની ભારે તંગી છતાં હજારો લીટર પાણી વેડફાય છે : તંત્ર આળશ ખંખેરશે ?

રાજકોટ : રાજકોટમાં પાણીના તંગી છે ત્‍યારે ગમે ત્‍યારે ગમે તા પાણીનો બગાડ થવાના કિસ્‍સા પણ બની રહ્યા છે અહીંના.

એક તરફ પીવાના પાણીનો પોકાર, બીજી તરફ વેડફાય છે હજ્જારો લીટર પાણી

રાજકોટ : રાજકોટમાં પીવાના પાણીનો વેડફાટ ફરી સામે આવ્યો છે. જ્યુબિલી શાકમાર્કેટ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી છે. કલાકો વીતવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી નથી કરાઇ. જેના કારણે હજારો લિટર પાણીનો બગાડ થયો છે.

સુરત : સુરતના અડાજણ નજીક પીવાના પાણીની લાઈનમાં વાલ્વ લિકેજના પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયા હતા. સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યાં હોવા છતા કલાકો સુધી તંત્રના અધિકારીઓએ અહીં આવવાની કે પાણી બંધ કરવા તસ્દી સુદ્ધાં નથી લીધી. ભરઉનાળે પાણીની તંગી વચ્ચે પાણીનો બેફામ વેડફાટ થયો છે. એક તરફ સરકાર પાણી બચાવવા માટે જનતાને આહવાન કરે છે. તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે પાણીનો બેફામ બગાડ થાય છે.

(4:55 pm IST)