રાજકોટ
News of Friday, 15th March 2019

મનથી સ્વસ્થ તો તનથી પણ સ્વસ્થ : ડો. આરતીબેન વાછાણી

કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા મહિલા દિને યોજાયો 'હેલ્થ એન્ડ હેપીનેસ' પ્રોગ્રામ

રાજકોટ : કલબ યુવી સિમેન્સ વિંગ દ્વારા પાટીદાર બહેનો માટે વિશ્વ મહિલા દિવસ નિમિતે 'હેલ્થ એન્ડ હેપીનેસ' સેમીનાર યોજવામાં આવ્યો હતો. ડો. આરતીબેન વાછાણી, ડો. પ્રિયંકા સુતરીયા, ડો. મનીષાબેન મોટેરીયાએ માર્ગદર્શન આપી બહેનોના પ્રશ્નો પર ચર્ચા કરી હતી. પાટીદાર પરિવારના સિનિયર બહેનોના હસ્તે જ સેમીનારનું દીપ પ્રાગટય કરવામાં આવેલ. ૫૦૦ થી વધુ બહેનો આ પરિવાર સાથે જોડાયેલ છે. સેમીનારમાં ગાયનેક વિભાગના ડો. આરતીબેન વાછાણીએ આ તકે જણાવેલ કે દોડધામભરી જીવનશૈલીમાં શારીરિક સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતા જરૂરી છે. વધુ પડતા માનસિક તણાવ અને અશાંતિથી જ શારીરિક રોગો થાય છે. મનથી સ્વસ્થ રહીશું તો તનથી પણ સ્વસ્થ રહી શકીશુ તેવી ટીપ્સ તેઓએ આપી હતી. ગાયનેક ડો. મનીષાબેન મોટેરીયાએ સ્ત્રીઓમાં વધતા જતા કેન્સરના રોગો પર છણાવટ કરી હતી. સમયસરનું નિદાન ગમે તેવા ગંભીર રોગને આગળ વધતો અટકાવી શકે છે. શરીર પ્રત્યે સાવધાની દાખવવાની શીખ આપી કેન્સર ન થાય તે માટે શું કાળજી રાખવી તે અંગે જાણાકારી તેઓએ આપી હતી. સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. પ્રિયંકા સુતરીયાએ ત્વચાની રાખરખાવ અંગે જાણકારી આપી આ માટેની અત્યાધુનીક ટ્રીટમેન્ટથી સૌને માહીતગાર કર્યા હતા. કલબ યુવી વિમેન્સ વિંગમાં કોર કમીટી કામ કરી રહી છે. જેના સીનીયર બહેનો શ્રીમતી જયાબેન કાલરીયા, શ્રીમતી શારદાબેન જાવિયા, શ્રીમતી શાંતાબેન હંસાલીયા, શ્રીમતી ગુણવંતીબેન કનેરીયા, શ્રીમતી જયોત્સનાબેન વાછાણીના હસ્તે કાર્યક્રમનું દીપપ્રાગટય કરાયુ હતુ. કલબ યુવી વિમેન્સ વિંગ કોર કમીટીના સભ્યો શ્રીમતી જોલીબેન ફળદુ, શ્રીમતી સોનલબેન ઉકાણી, દીપાલીબેન પટેલ, નિરીશાબેન લાલાણી, રૂચિબેન મકવાણા, શ્રીમતી શિલ્પાબેન દલસાણીયા, ખ્યાતિબેન સુરેજા, શ્રીમતી શીતલબેન લાડાણી, શ્રીમતી શિલ્પાબેન કાલાવડીયા, શ્રીમતી નીપાબેન કાલરીયા, શ્રીમતી દીપ્તીબેન અમૃતિયા,    શ્રીમતી શિલ્પાબેન સુરાણી, શ્રીમતી પુજાબેન ગોલ, શ્રીમતી બિનાબેન માકડીયા, શ્રીમતી સીમાબેન પટેલ, શ્રીમતી સુનિતાબેન ઓગણજા, શ્રીમતી શીતલબેન હાંસલિયા, શ્રીમતી શીતલબેન ભલાણી, શ્રીમતી હેતલબેન કાલરીયા, શ્રીમતી વૈશાલીબેન ઓગણજા, શ્રીમતી રેખાબેન વૈશ્નાણી, શ્રીમતી જલ્પાબેન વાછાણી, શ્રીમતી હિરલબેન ધમસાણીયા, શ્રીમતી તોરલબેન ભડાણીયા, શ્રીમતી શ્રૃતિબેન ભડાણીયા, શ્રીમતી મીનલબેન પટેલ, શ્રીમતી જોલીબેન કાલાવડીયા, શ્રીમતી રશ્મિબેન બેરા, શ્રીમતી સેજલબેન કાલાવડીયા કાર્યરત છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સીમાબેન પટેલ, શીતલબેન હાંસલીયા, મિનલબેન પટેલ, નીપાબેન કાલરીયા, શ્રુતિબેન ભડાણીયા, નિરીશાબેન લાલાણીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન વિમેન્સ વિંગના પ્રમુખ જોલીબેન ફળદુએ કરેલ.

(3:53 pm IST)