રાજકોટ
News of Friday, 15th March 2019

બે લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા.૧૫: રૂ.બે લાખના ચેકની કોર્ટમાં ફરીયાદ થતા અદાલતે આરોપીને હાજર થવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ, સફલ એવન્યુ ફલેટ નં.૪૦૧, માં રહેતા મયુરભાઇ ધીરજલાલ વઘાસીયાએ એક વર્ષ પહેલા મિત્રતા અને ઓળખાણનો સબંધ ધરાવતા સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયા રહેઃ ગામ-મેટોડા, તાઃ લોધીકા, જી.રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂ.૨,૦૦,૦૦૦ અંકે રૂપિયા બે લાખ પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી ફેડરલ બેંક, મેટોડા બ્રાંચ તાઃ લોધીકા, જી.રાજકોટનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની દેના બેંક કાલાવડ રોડ બાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક પરત ફરેલ હતો.

ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ અતુલ સી.ફળદુ રોકાયા હતા.

(3:52 pm IST)