રાજકોટ
News of Friday, 15th March 2019

મોરબીના મહેન્દ્રનગરના યુવકના અકસ્માત મૃત્યુના કેસમાં ૭૫ લાખનું વળતર મંજુર

રાજકોટ તા.૧૫: મોરબીના મહેન્દ્રનગરના યુવકના અકસ્માતના મૃત્યુના કલેઇમ કેસમાં રૂ.૭૫,૦૦,૦૦૦/- પંચોતેર લાખનું જંગી વળતર મંજુર કર્યુ હતું.

આ અંગેની હકીકત એવી છે કે મુળી તાલુકાના કાત્રોલી ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા જસ્મીન કુમાર રતીલાલ ઉર્ફે કાનજીભાઇ ઠોરીયા તથા ભગવાનજીભાઇ જાદવભાઇ ઠોરીયા મો.સા. લઇને જતા હતા ત્યારે ગુજરરનાર જસ્મીનકુમાર મો.સા ચલાવતા હતા અને તેઓ મોરબીમાં સીરામીકના કામ સબબ જઇ રહ્યા હતા ત્યારે માળીયા ચોકડી પાસે સામેથી ટ્રક નં.જીજે ૧૨એ ડબલ્યુ ૮૯૨૮ના ચાલકે પોતાના હવાલાવાળુ ટોરસ ટ્રક મુજબ પુરઝડપે ગફલતભરી રીતે તેમજ ટ્રાફીકના નીયમોનું ઉલ્લઘંન કરી ચલાવીને જસ્મીનભાઇ તથા ભગવાનજીભાઇને હડફેટે લઇ અકસ્માત સજેલ હતા.

જેમાં જસ્મીન કુમાર કાનજીભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી મૃત્યુ થયેલ તથા તેમના  સગા ભગવાનજીભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ તથા અસ્થીભંગ થયેલ. ગુજ. જસ્મીનકુમાર કાનજીભાઇ તેના સગાનો કલેઇમ ગુજરનારના વારસદારોએ ઉપરોકત ટ્રકની મેગ્મા એચડીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કું.લી.સામે ટ્રીબ્યુનલ રાજકોટ સમક્ષ તા.૦૧/૧૨/૨૦૧૫ના રોજ રૂ.૭૫,૦૦,૦૦૦/- અંકે રૂ.પીંચોતેર લાખનો કલેઇમ કેસ દાખલ કરેલ હતો.

આ કામે ઉપરોકત ગુજરનારનું મૃત્યુ થતા તેના પત્ની તથા એક બાળક તથા માતા-પિતાએ લાગણી, હુંફ, પ્રેમ, ગુમાવેલ તેના માટે રૂ.૪૦,૦૦૦/- અલગથી આપેલ અને ધાર્મિક વીધી તથા અગ્નિ સંસ્કારના ખર્ચ પેટે રૂ.૧૫,૦૦૦/- આપેલ અને લોસ ઓફ એસ્ટેટના મથાળા હેઠળ રૂ.૧૫,૦૦૦/- આપેલ જેથી કુલ રકમ રૂ.૫૬,૩૧,૨૫૦,  + ૪૦,૦૦૦ + ૧૫,૦૦૦ + ૧૫,૦૦૦ - ૫૭,૦૧,૨૫૦/- કુલ ૯ ટકા વ્યાજના દરે મંજુર કરવામાં આવેલ. જેથી કેસ દાખલ થયેલ તારીખથી ૯ ટકાના વ્યાજ સહીત ૩ વર્ષનું ૯ ટકા લેખે વ્યાજ ઉમેરાતા ઉપરોકત કેસમાં કુલ રકમ રૂ.૭૩,૬૯,૫૧૩/- તથા ઇજાના કેસમાં ૧,૫૦,૦૦૦/- મંજુર કરવામાં આવેલ જેથી વીમા કંપનીને કુલ રૂ.૭૫,૦૦,૦૦૦/- ચુકવવા હુકમ કરવામાં આવેલ. આમ ઉપરોકત કેસ આશરે ત્રણ વર્ષના ટુંકા ગાળામા ટ્રીબ્યુનલ રાજકોટમા ચાલી જતા ગુજરનારના વારસોને જંગી વળતર મંજુર કરવામાં આવેલ જે વાહન અકસ્માતના કિસ્સામા સિમાચિન્હરૂપ ચુકાદો ગણી શકાય.

ઉપરોકત કામમાં અરજદાર તરીકે રાજકોટના જાણીતા વકીલ શ્રી રવિન્દ્ર ડી.ગોહેલ, કલ્પેશ કે.વાઘેલા, શ્યામ જે. ગોહીલ, ભાવિન આર. પટેલ, કુલદિપ પી.ધનેશા, વિવેક વી.ભાંસળીયા (ગઢવી), અર્જુન ડી.ગઢવી, હેમંત એલ.પરમાર રોકાયેલ હતા.

(3:52 pm IST)