રાજકોટ
News of Friday, 15th March 2019

વિલુપ્ત થતી જતી આપણી ભાષાને સુરક્ષા કવચ પુરૂ પાડવું જરૂરીઃ પ્રો.દેવી

બેંક ઓફ બરોડા દ્વારા પુસ્તક ''૧૦ કહાનિયા''નું વિમોચન

રાજકોટઃ બેંક ઓફ બરોડાએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના અવસરે મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં પદ્મશ્રી ગણેશ દેવીને ''મહારાજા સાયજરાવ લોકભાષા સમ્માન''થી સમ્માનિત કર્યા. બેન્કે લોકભાષાઓના સંરક્ષણ અને સંવર્ધનને મહત્વ આપતાં, આ વર્ષથી આ વિશિષ્ટ સમ્માન પ્રદાન કરવાનો પ્રારંભ કર્યો છે. આ પુરસ્કાર અંતર્ગત એક લાખની રોકડ રકમ અને સ્મૃતિ ચિન્હ બેંકના કાર્યપાલક નિર્દેશક શ્રી શાંતિલાલ જૈનના હસ્તે પ્રો.દેવીને આપવામાં આવ્યાં. કાર્યક્રમના પ્રારંભમાં મહાપ્રબંધક (રાજભાષા) ડો.જવાહર કર્નાવટ દ્વારા પ્રો.દેવીની ભાષા ક્ષેત્રે ઉપલબ્ધી અને બેંકની ભાષાગત ગતિવિધિથી અવગત કરવામાં આવ્યાં. પ્રો.દેવીએ તેમના ઉદ્બોધનમા જણાવ્યું, ''આપણો દેશ ભાષા સમૃધ્ધીની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ છે, પરંતુ આપણી ભાષાઓ કાળક્રમે વિલુપ્ત થતી જાય છે, જેને સુરક્ષા કવચ પુરૃં પાડવાની આવશ્યકતા છે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રબંધક શ્રી ગૌરી શંકર રાયકવાર લિખિત પુસ્તક '૧૦ કહાનિયા' નું વિમોચન પણ કરવામાં આવ્યું.

(3:51 pm IST)