રાજકોટ
News of Friday, 15th March 2019

મોદી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેગાસાયન્સ ફેરનું આયોજન

રાજકોટ : તાજેતરમાં જ વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી. '' રમન ઇફેકટને'' વિશ્વ વિજ્ઞાન દિવસ નામ આપવામાં આવેલ છે. મહાન વૈજ્ઞાનીક સી.વી. રામનના નામ પરથી પાડવામાં આવેલ છે. સાયન્સ ફેરમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અવનવા પ્રોજેકટ રજુ કર્યા, વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેકટ રજુ કર્યા હતા.જેમ કે કાર્બન ઇન્ક બનાવવાની રીત, વોટર પ્યુરી ફિકેશન, પવનચક્કી અને સ્માર્ટસી.ટી., એસીડ બેઇઝ સોલ્ટનું નિર્દેશન, હાઇડ્રોલિક લીફટ બ્રીજ, ધ્વનિતરંગ, વિવિધ પ્રકારના ફેકચરની માહીતી, ન્યુયોક ર્બીચનો મોર્નિગ શો, વિવિધ પ્રકારના ફાર્મ હાઉસ, પાણીથી ઉત્પન્ન થતા ઉપકરણો, વિજળી ઉત્પન્ન કરવાનો  પ્રયોગ  વિગેરે જેવા અવનવા પ્રયોગોના પ્રોજેકટ રજુ કર્યા હતા. શ્રી પી.વી. મોદી સ્કુલમાં ધો. ૫ થી ૬ ગુજરાતી માધ્યમમા ંઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ  પ્રોજેકટ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ, તેમા ંભાલાળા ઋત્વા, તોગડિયા દિશા, વસોયા દ્રષ્ટિ, રૈયાણી વિશ્વા, પાનસુરીયા ધાર્ર્વી, લુણાગરીયા ક્રિશા, ગરાંચ શ્રેયાંશ, ધો. ૭ ગ્રીન હાનઉસના વિદ્યાર્થીઓએ વોશીંગ મશીનનો પ્રોજેકટ પિપલીયા વિશ્વા, કયાડા જીલ, બેલિમ મહેક, તાળા ધાર્મી, શિંગાળા સ્નેહા, કાકડીયા જીલ,ચોૈહાણ નન્દીની, લુણાગરીયા ધાર્મી, પરમાર મહેક, વસોયા હિમાંદ્રી,, ધો. ૮ યલ્લો હાઉસના વિદ્યાર્થીઓએ પોટેટો લોન્ચરમાં પ્રથમ સ્થાન મેળવનાર દુદાણી વિશ્વ, રાબડીયા હર્ષ, મેવાડા કેવિન, ચેરૈયા કશ્યપ, બાદેૈર હૈત, જાડેજા હિતેન્દ્રસિંહ, રાઠોડ સુજલ, પરમાર દેવેન્દ્રસિંહ, તેમજ શ્રી વી.જે.મોદીસ્કુલમાં ધો. પ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બેનિફીટ ઓફ ડાઇંગ હેવન પ્રોજેકટ બનાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ, તેમાં બોડા મીત, વેકરીયા મન, પીપળીયા યશ્વીર, જાડેજા હરીઓમસિંહ, ધો. ૬ અંગ્રેજી માધ્યમમાં નોર્થે ડિરેકશન વ્હિલ ના પ્રોજેકટમાંઅગ્રવાલ કાર્તિક, ઘોડાસરા હેત, સોરઠીયા રૂદ્ર, ચાવડા મન, ગઢવી નીર્ભયદ્રા, ખાખરીયા માનવ. ધો.૭ અંગ્રેજી માધ્યમમા ંઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  ડિસન્ટ  ટાઇમ પ્રોજેકટ બનાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ, તેમાં પરસાણા જય, કણસાગરા વત્સલ, ધીરવાની મીત, ધો. ૮ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ  સાયન્સ ટ્રીકસનો પ્રોજેકટ બનાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમાં ધાંગાધારિયા મહેક, કોટક ખુશી, પરમાર અનુષ્કા હતા.

શાળાના ટ્રસ્ટી ડો.આર.પી.મોદીસર દરેક વિદ્યાર્થીઓ  આટલા સરસ સાયન્સના પ્રોજેકટ બનાવ્યા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં પણ મોટા વૈજ્ઞાનીક બનો તેવી શુભકામના પાઠવી હતી.

(3:40 pm IST)