રાજકોટ
News of Friday, 15th March 2019

ભાવનગર રોડ પરથી એકટીવામાં દારૂ સાથે જંગલેશ્વરના બે પકડાયા

ગાંધીગ્રામમાં સંદિપ એક બોટલ રેઢી મુકી ભાગ્યો

રાજકોટ તા. ૧૫: પોલીસે બે શખ્સની દારૂની એક બોટલ સાથે પકડ્યા હતાં. જ્યારે એક શખ્સ બોટલ મુકી ભાગી ગયો હતો.

જંગલેશ્વર-૧૫માં રહેતાં આશિફ ઓસમાણભાઇ મથુપોતરા (ઉ.૪૮) અને જંગલેશ્વર-૨૨માં રહેતાં સતાર હાસમભાઇ મોદી (ઉ.૩૭)ને ભાવનગર રોડ રાજમોતી મીલ પાસેથી થોરાળાના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા તથા કોન્સ. કેતનભાઇ ઘેડ સહિતની ટીમે એકટીવા જીજે૩કેઆર-૪૩૪૨માં રૂ. ૩૦૦નો એક બોટલ દારૂ રાખી નીકળતાં પકડી લીધા હતાં.

જ્યારે ગાંધીગ્રામ એસ. કે. ચોકમાં ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘુઘલ, દિગ્વીજયસિંહ ગોહિલ સહિતે દરોડો પાડતાં સંદિપ રમેશભાઇ મકવાણા (રહે. ગાંધીગ્રામ-૬) એક બોટલ દારૂ સાથેની થેલી મુકી ભાગી જતાં કબ્જે કરી તેની શોધખોળ હાથ ધરાઇ છે.

ભવાનીનગરમાંથી હદપાર ભરત પકડાયો

રામનાથપરા ભવાનીનગર-૩માંથી ભરત મગનભાઇ ચોૈહાણ (ઉ.૪૨)ને હદપાર ભંગ સબબ એ-ડિવીઝનના ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે પકડ્યો હતો.

(3:39 pm IST)