રાજકોટ
News of Friday, 15th March 2019

મોરબીમાં બીટ ટોબેકો ટીની ટાર્ગેટસ સેમીનાર

કન્ઝયુમર વોઇસ ન્યુ દિલ્હી અને રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીમાં 'બીગ ટોબેકો - ટીની ટાર્ગેટસ' સેમીનાર ન્યાયમુર્તિ એન. એમ. ધારાણીના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો. તમાકુ ખાવાથી મનુષ્ય જીવનને શું નુકશાન પહોંચે તે અંગે સૌને માહીતગાર કરાયા હતા. ન્યાયમુર્તિ એન. એમ. ધારાણી, શ્રીમતી રમાબેન માવાણી, ડો. સતિષભાઇ પટેલ, કરણરાજસિંહ વાઘેલા, રામજીભાઇ માવાણી, નગરપાલીકાના માજી પ્રમુખ અનુપમસિંહ જાડેજા, શ્રીમતી રંજનબેન ચૌહાણ, કાર્તીકભાઇ બાવીસી વગેરેએ પ્રાસંગીક પ્રવચન કરેલ.

(3:39 pm IST)