રાજકોટ
News of Friday, 15th March 2019

બેભાન થઇ ગયા બાદ રમેશભાઇ, હસમુખભાઇ અને જીજ્ઞેશભાઇના મોત

મનહરપરા, હુડકો કવાર્ટર અને મારૂતિનગરના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૫: ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતાં રમેશભાઇ ખીમજીભાઇ માંડવીયા(ઉ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. થોરાળના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ જુના હુડકો કવાર્ટરમાં રહેતાં હસમુખભાઇ ભગવાનજીભાઇ પંડ્યા (ઉ.૩૮)ને ડાયાબીટીશ સહિતની બિમારીઓ હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોત નિપજ્યું હતું. ભકિતતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક પાંચ ભાઇ અને છ બહેનમાં ચોથા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ પર માધવ હોલ પાછળ મારૂતિનગર-૬માં રહેતાં જીજ્ઞેશભાઇ મોહનભાઇ સોલંકી (કંસારા) (ઉ.૪૬)ને લોહીની ટકાવારી ઘટી જવાની બિમારી હોઇ તેની દવા ચાલુ હતી. ગત રાત્રે અચાનક તે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં અને કારખાનુ ધરાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:38 pm IST)